Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આજ સુધી અમિતાભ બચ્‍ચનના અવાજમાં ગાવાનો શ્રેય માત્ર સુદેશ ભોંસલેના ફાળે

‘હું જયારે પણ અમિતજી માટે ગીત ગાઉં છું, ત્‍યારે તે એક અલગજ અનુભવ હોય છે. તેમણે હંમેશા મારા કામની પ્રશંસા કરી છે. હું તેનો અવાજ હોવાનો ગર્વ અને સન્‍માન અનુભવું છું. લોકોએ મારા અવાજને તેમના અવાજ તરીકે સ્‍વીકાર્યો તે ખૂબ જ સારી વાત છે.' આ શબ્‍દો છે અમિતજીના અવાજની પાછળના માણસ એટલે કે સુદેશ ભોંસલેના. તેમણે બે દાયકાથી વધુ સમયથી પીઢ અભિનેતા માટે ગાયું છે, વોઇસ ઓવર કર્યો છે. ૧૦ વર્ષના અંતરાલ પછી તેમણે છેલ્લે બાગબાનમાં બચ્‍ચન માટે ‘મેરી મખ્‍ના મેરી સોનીયે' ગાયું હતું. અદભૂત અવાજના માલિક સુદેશ ભોંસલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ‘જર્ની ઓફ અમિતાભ બચ્‍ચન વિથ પ્‍લેબેક સિંગર સુદેશ ભોંસલે' નામના કાર્યક્રમમાં અમિતજી પર ફિલ્‍માવેલા અલગ-અલગ ગીતોને બખુબી રજુ કરવાના છે.

માત્ર ગાયન જ નહીં, સુદેશ ભોંસલેમાં અદભૂત પ્રતિભાઓ પણ છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે તે એક જબરદસ્‍ત ગાયક છે, ખાસ કરીને અમિતાભ બચ્‍ચન પર તેમનો અવાજ બરાબર બંધ બેસે છે. આ જ કારણ છે કે તેણે અમિતાભ બચ્‍ચન માટે ઘણાં ગીતો ગાયા છે. પરંતુ બોલિવૂડમાં લગભગ દરેક કલાકાર માટે ગીતો ગાનાર સુદેશ ભોંસલે પાસે ટેલેન્‍ટની કોઈ કમી નથી. સુદેશ ભોંસલે અદભૂત મિમિક્રી પણ કરે છે. ઘણીવાર તેમને જોઈને લોકોને વિશ્વાસ કરવો મુશ્‍કેલ થઈ જાય છે કે તેઓ બેસ્‍ટ સિંગર છે કે બેસ્‍ટ મિમિક્રી આર્ટિસ્‍ટ?

બચ્‍ચનની મિમિક્રી ઘણાં આર્ટિસ્‍ટોએ કરી છે, પણ અદલ એમના જેવા અવાજમાં ગાવાનો શ્રેય એક જ કલાકારને ફાળે જાય છે અને એ છે દેશના વર્સીટાઇલ સીંગર સુદેશ ભોંસલે. માત્ર નિર્માતા- દિગ્‍દર્શકો જ નહિ, અમિતજી પોતે પણ માને છે કે આબેહુબ મારા જેવા અવાજમાં ગીત ગાઈ શકે એવા આ એક જ ગાયક છે. ઘણી વાર એવું બન્‍યું છે કે અભિનેતાના અવાજમાં કોઈ ફિલ્‍મના ગીતનું રેકોર્ડિંગ થઈ ગયું હોય પણ એમને પોતાને એનાથી સંતોષ ન થતા એમણે ભોંસલેના અવાજમાં ફરીથી ગીતનું રેકોર્ડિંગ કરાવ્‍યું હોય. આવા ધુરંધર ગાયક રાજકોટના મહેમાન બનવા જઇ રહ્યા છે અને તેમના અવાજથી લોકોને મંત્રમુગ્‍ધ પણ કરશે. સુદેશ ભોંસલે નો કાર્યક્રમ ‘જર્ની ઓફ અમિતાભ બચ્‍ચન વિથ પ્‍લેબેક સિંગર સુદેશ ભોંસલે' લઇ ને આવી રહ્યા છે બોલીવુડ ઇવેન્‍ટ અને તાજેતરમાં અન્‍વેષાના હાઉસફુલ કાર્યક્રમથી જેની શરૂઆત થઇ છે તેવી ‘તાલ તરંગ સંસ્‍થા' ના ભારતીબેન નાયક. આમાં સંસ્‍થામાં સભ્‍ય બનનારને બોલીવુડના ધુરંધર ગાયકોને સાંભળવાનો અમૂલ્‍ય અવસર મળશે. તાલ તરંગ સંસ્‍થામાં કપલ કે ગ્રૂપમાં સભ્‍ય બનવા ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરી શકાય છે.

દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો

અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ,

તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો

સંપર્ક : ભારતી નાયક :

૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭

(3:29 pm IST)