Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ફુલ સ્‍પીડે રિવર્સમાં આવેલા ટ્રકની ઠોકરે રિક્ષાનો બૂકડો બોલી ગયોઃ ભગવતીપરાના પ્રોૈઢનું મોત

બેડી ચોકડી નજીક ગોૈશાળા પાસે સર્જાયો વિચીત્ર જીવલેણ અકસ્‍માત : સિગ્નલ પાસે રિક્ષા લઇને ઉભેલા ચાલક મહમંદભાઇ ઠેબેપોત્રાનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોતઃ ટ્રક નીચે ફસાયેલી રિક્ષા લોકોએ કાપીને બહાર કાઢીઃ ચાલક મુસ્‍લિમ પ્રોૈઢના દેહના ટૂકડા થઇ ગયા

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ પર બેડી ચોકડી નજીક સવારે વિચીત્ર જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. ટ્રાફિક સિગ્નલ પાસે એક ટ્રક ફુલ સ્‍પીડથી રિવર્સમાં આવતાં પાછળ ઉભેલી રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો અને તેના ચાલક ભગવતીપરાના મુસ્‍લિમ પ્રોૈઢનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું છે. અકસ્‍માત સર્જી ચાલક તેનો નંબર વગરનો ટ્રક મુકીને ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બેડી ચોકડીએ પાસે એક ટ્રકનો ચાલક પોતાનો ટ્રક સ્‍પીડથી રિવર્સમાં લઇ રહ્યો હતો ત્‍યારે ત્‍યાં સિગ્નલ પાસે ઉભેલી રિક્ષા નં. જીજે૩એડબલ્‍યુ-૮૧૨૯ ઠોકરે ચડી ગઇ હતી અને તેનો બૂકડો બોલી ગયો હતો. અકસ્‍માત સર્જાતા ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. રિક્ષા ટ્રક નીચે ફસાઇ ગઇ હોઇ લોકોએ ભેગા થઇ કાપીને બહાર કાઢી હતી. તેના ચાલકનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન એએસઆઇ કે. યુ. વાળા અને રાઇટર પોપટભાઇ સહિતના સ્‍ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રિક્ષાચાલકનું નામ મહમદભાઇ આમદભાઇ ઠેબેપોત્રા (ઉ.૫૦-રહે. ભગવતીપરા-૧૦) હોવાનું ખુલ્‍યું હતું. તેઓ ચાર ભાઇમાં ત્રીજા હતાં અને તેમને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે. સવારે તેઓ ઘરેથી ભાડા કરવા જવા નીકળ્‍યા હતાં અને થોડા સમય બાદ પરિવારજનોને તેઓ મૃત્‍યુ પામ્‍યાના સમાચાર મળતાં માતમ છવાઇ ગયો હતો. ટ્રક મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ થઇ રહી છે.

(1:26 pm IST)