Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ધ્રાંગધ્રાના મનિષ પર દેવચરાડી ગામે અજાણ્‍યા શખ્‍સોનો હુમલો

જેની સાથે ગયો હતો એ મહેન્‍દ્ર સાથે જેને ડખ્‍ખો હતો તેણે ધોકા-તલવારના ઘા કર્યા

રાજકોટ તા. ૨૬: ધ્રાંગધ્રા રહેતાં મનિષ રમેશભાઇ રાઠોડ (ઉ.૨૭) નામના યુવાન પર નજીકના દેવચરાડી ગામમાં ગયો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કરતાં સુરેન્‍દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મનિષ તેના મિત્ર મહેન્‍દ્ર રાઠોડ સાથે દેવચરાડી ગામે ગયો હતો. ત્‍યારે મહેન્‍દ્રને જેની સાથે માથાકુટ હતી એ શખ્‍સોએ ધોકા-તલવારથી હુમલો કરતાં ઇજા થઇ હતી.

(12:04 pm IST)