Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કોટડા સાંગાણી પંથકના દુષ્‍કર્મના કેસમાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ર૪: રાજકોટના કોટડાસાંગાણી તાલુકા પંથકની યુવતીના અપહરણ, દુષ્‍કર્મ, ધમકી અને બળાત્‍કાર ગુજારવાના ગુન્‍હા સબબ ભોગ બનનાર યુવતીએ કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશનમાં પોતાના ઉપર થયેલ બળાત્‍કારની ફરીયાદ નોંધાવી હતી. જેક ામે આ કામના આરોપી નંબર (૧) મનોજભાઇ ઠાકરશીભાઇ ભેસજાણીયા તથા (ર) ઉમેશ કેશુભાઇ ડાભીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપી તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલ જેને ગોંડલની સેસન્‍સ કોર્ટમાં મુખ્‍ય આરોપી (૧) મનોજભાઇ ઠાકરશીભાઇ ભેસજાણીયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ હતો ત્‍યારબાદ મુખ્‍ય આરોપી મનોજભાઇ ઠાકરશીભાઇ ભેસજાણીયાને ગુજરાત હાઇકોર્ટે જામીન મુકત કરવા હુકમ કરેલ હતો. જયારે આરોપી નંબર (ર) ઉમેશ કેશુભાઇ ડાભીને ગોંડલ સેસન્‍સ કોર્ટ જામીન પર મુકત કરેલ હતો.

આ કામમાં બંન્‍ને આરોપી વતી યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, તેમજ હાઇકોર્ટમાં એમ. એસ. પાડલીયા રોકાયેલ હતા.

(11:52 am IST)