Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નવ-નવ નવ એટલે શકિત નવનોરતા

જગત પર બ્રહ્માંડ એક મહાશકિતથી ચાલે છે. શકિતની પુજા વિશ્વભરમાં થાય છે. ભારતીય સંસ્‍કૃતિ અતિ પ્રાચીન છે પરબ્રહ્મની શકિતઓને ભારતે સુંદર રીતે જાણી છે જગતમાં જયારે આસુરી તત્‍વોઓનો ત્રાસ વધે છે ત્‍યારે દૈવિશકિત જન્‍મ થાય છે અને આસુરી શકિતનો નાશ થાય છે. અને ધર્મનું સ્‍થાપન કરે છે આ દેવિશકિતને ત્રિદેવ બ્રહ્મા વિષ્‍ણુ મહેશ(શંકર) પણ દૈવી શકિતને નમસ્‍કાર કરે છે.
દેવીશકિતએ માસ્‍વરૂપ છે દેવિશકિતની ઉપાસનાના દિવસો એટલે નવરાત્રી નવનો આંક આંકએ ઊતમ છે સારો છે. (૧) નવરાત્રીએ નવરાત્રીનો સમૂહ છે. (૨) નવશકિત એટલે દુર્ગા નવ છે નવશકિત છે અને શાષાોમાં નવનો આંક મંગળનો આંક છે મંગળ એટલે શકિત (૪) રામપારાયણ નવદિવસની છે (૫) નક્ષત્રોની સંખ્‍યા ૨૭ સીતાવીસ છે જેનો મૂળઆંક ૯ થાય છે. (૬) ભૌગોલિક વિભાગ મુજબ ૯ નવખંડ છે (૭) યોગ પંચાગ મુજબ ૨૭ છે. આંક ૯ છે.(૮) ૯ના આંકને કોઇ પણ રકમ વડે ગુણતા ફરી ફરીને નવ આવે છે.(૯) ભકિતના સ્‍વરૂપ ૯નવ છે. જેને નવધાભકિત કહે છે.(૧૦) જયોતિષ શાષામાં રત્‍નો ૯નવ છે. જેને નવરત્‍નો કહેવામાં આવે છે.(૧૧) માળાના મણકા ૧૦૮ એકસો આઠ છે. જેનો મૂળ આંક નવ થાય છે.(૧૨) આંકડાઓની સંખ્‍યા ૯ નવ છે રામચંદ્રજીના જન્‍મ ૯મા દીવસે થયેલ સ્‍વામિનારાયણ ભગવાનનો જન્‍મ ચૈત્રસુદ ૯ હરિ જયંતિ કહેવાય છે. નવરાત્રીમાં મંત્ર-જાપનું અનુષ્‍ઠાન વિશેષ મહત્‍વ છે અને લઘુઅનુષ્‍ઠાન ૨૪હજાર મંત્રનું થાય છેઃ નવદુર્ગાને નમસ્‍કાર
 

 

બટુક મહારાજ
કાળીયાટ ગામના શાસ્ત્રી,
સ્‍વામીનારાયણ મંદિરના પૂજારી
મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(4:22 pm IST)