Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજકોટમાં બજરંગવાડીના સદામ કુરેશીએ હિન્દૂ સગીરાને ફસાવી: છ મહિનામાં અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો: દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધાયો

ગાંધીગ્રામ પીઆઇ એસ.એસ. રાણે અને ટીમે તપાસ આદરી

રાજકોટ: શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતાં મુસ્લિમ શખ્સે હિન્દૂ પરિવારની સત્તર વર્ષની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દેતાં મામલો ગાંધીગ્રામ પોલીસ સુધી પહોંચતાં પોકસો, દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આ બનાવમાં ભોગ બનેલી સગીરાના પિતાજીની ફરિયાદને આધારે બજરંગવાડી ૧૫માં રહેતાં સદામ યાસીનભાઇ કુરેશી નામના શખ્સ વિરૂદ્ધ આઇપીસી કલમ-૩૭૬(૨)(એન) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનયમ ૨૦૧૨ની કલમ ૬ મુજબ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 એફ આઈ આરમાં આરોપ મુકાયો છે કે ફરીયાદીની સગીર વયની દીકરી ઉ.વ-૧૭ સાથે આ આરોપી સદામ કુરેશી (રહે.બજરંગવાડી) છેલ્લા છ મહિનામાં અવાર નવાર શરીર સંબંધ (સંભોગ) બાંધી ૨૧ અઠવાડીયાનો ગર્ભ રાખી દઇ બળાત્કાર ગુજાર્યો છે. ફરિયાદને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.રાણે, હીરાભાઈ રબારી સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)