Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

કોઠારીયા સોલ્વન્ટમાં પારકી પરણેતરને મોબાઈલ નંબર આપી માથે જતાં તેના પતિ સાથે ડખ્ખો: દુકાનના કેમેરા તોડી નાખ્યા: કુલદીપ અને શબલા વિરૂદ્ધ આજીડેમ પોલીસની કાર્યવાહી

રાજકોટઃ કોઠારીયા સોલ્વન્ટ સીતારામ સોસાયટીમાં બે એક શખ્સે પારકી પરણેતરને પોતાનો મોબાઈલ નંબર આપી વાત કરવાનું કહેતા તેણીના પતિએ ઠપકો આપતા આ શખ્સે બીજા સાથે મળી ધમાલ મચાવી દુકાને તોડફોડ કરી હતી.

આજીડેમ પોલીસે આ બનાવમાં હરેશભાઇ મંગાભાઇ મકવાણા (ઉ.વ.૩૫ ધધો-મજુરીકામ રહે.કોઠારીયા સોલ્વટ સીતારામ સોસાયટી શેરી નં-૭ બીલેશવર પાર્ક રેલ્વેના પાટાની બાજુમા રાજકોટ)ની ફરિયાદ પરથી  કુલદિપ તથા શબલોતથા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

શનિવારે રાતે દસેક વાગ્યે આરોપી કુલદીપે ફરીયાદી હરેશભાઇના પત્નીને મોબાઇલ નંબર આપતા ફરીયાદીએ ઠપકો આપતા આરોપીઓએ ઉશકેરાઇ જઇ ગાળો કાઢી ધોકા વડે તથા લાકડી વડે દુકાન બહાર લગાડેલ કેમેરા નંગ- બે તોડી નાખી આશરે રૂ.8000નું નુકશાન કરી ધમાલ મચાવી હતી. એએસઆઇ એસ એસ.ગોસાઇએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:45 am IST)