Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગુજરાતના અનેક રમતવીરોઍ રાજયનું નામ રોશન કર્યુ મોહનભાઇ કુંડારીયા

કોર્પોરેશન દ્વારા રમત વીરોની પ્રેકટીસ અને લોકોના સ્વાસ્થ્ય માટે અનેકવિધ સંકુલો બનાવાયાઃ પ્રદીપ ડવઃ ૧ જુન સુધી સ્પર્ધાનું આયોજન ઃ મનપા આયોજીત બેડમિન્ટન ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ

રાજકોટ તા. ર૬ઃ બેડમિન્ટનના ખેલાડીઅોને પ્રોત્સાહન મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આજ તા. ર૬ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતે સવારે ઉદ્દઘાટન સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.
આ અવસરે સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાઍ કહ્નાં હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીઍ ગુ઼જરાત રાજયના છેવાડાના ખેલાડીઅોને પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી ‘‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’’ના સુત્રને સાકાર કરવા ખેલમહાકુંભનો પ્રારંભ કરેલ. ખેલમહાકુંભના કારણે રાજયના ખેલાડીઅોમાં અનેરો ઉત્સાહ જાવા મળેલ છે.આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું કે, સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. મહાનગરપાલિકા પણ જુદા જુદા કાર્યક્રમો કરી રહી છે. રાજયના તત્કાલિન મુખ્્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીઍ શહેરો અને ગામડાઅોના ખેલાડીઅોને પ્લેટફોર્મ મળે તેવા હેતુથી વર્ષ ર૦૧૦માં ખેલમહાકુંભનું આયોજન કરી સમગ્ર રાજયના રમત ગમતના ખેલાડીહઓમાં નવું જામ પુરેલ છે. મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના રમતવીરોને રાજય અને રાષ્ટ્ર કક્ષાઍ ભાગ લઇ શકે તેમજ શહેરીજનોના સ્વાસ્થય માટે અનેકવિધ સંકુલો બનાવવામાં આવેલ છે.
કાર્યક્રમની શરૂઆતમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલઍ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરેલ. ત્યારબાદ દિપ પ્રાગટય કરવામાં આવેલ. આજના આ કાર્યક્રમના ઉદ્દઘાટક સાંસદ મોહનભાઇ કુંડારીયાનું પદાધિકારીઅો, શહેર સંગઠનની ટીમ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. ત્યારબાદ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઇ પીપળીયા અને સમાજ કલ્યાણ સમિતિના વાઇસ ચેરમેન સંજયસિંહ રાણાઍ સૌ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. ત્યારબાદ મહાનુભાવોના વરદ હસ્તે બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયેલ. બેડમિન્ટનની રમતમાં, સીંગલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે અંડર-૧૩, અંડર-૧પ, અંડર-૧૯, ર૦-૪૦, ૪૧-૬૦ તેમજ ડબલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે ર૦-૪૦ અને ૪૧-૬૦ યોજાનાર ટુર્નામેન્ટમાં પ૬૧ ખેલાડીઓઍ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ ટુર્નામેન્ટ તા. ર૬ થી તા. ૧-૬ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટ પ્લાસ્ટીક શટલથી રમાડવામાં આવશે. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સંજયસિંહ રાણા, કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, વિનુભાઇ સોરઠીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, પ્રીતિબેન દોશી, આકાશવાણીના ડાયરેકટર ડો. ગીતાબેન ડીડા, આસી. કમિશ્નર ઍચ. આર. પટેલ, આસી. મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.

 

(4:31 pm IST)