Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ચિંતન શીબીર : સમસ્‍યાઓનું મનોમંથન

રાજકોટ : સમાજમાં દીકરા-દીકરીના સગપણ માટે નડતી મુશ્‍કેલી, છુટાછેડાનું વધતું પ્રમાણ, આર્થિક સધ્‍ધરતા છતા આપઘાતના વધતા બનાવો જેવી સમસ્‍યાઓના નિરાકરણ માટે સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ચિંતન શીબીર યોજવામાં આવી હતી. જેમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજયકક્ષાના મંત્રી બ્રીજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, બીન અનામત નિગમના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, મ્‍યુ. ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, ધારાસભ્‍યો, કોર્પોરેટરો અને આગેવાનો તેમજ દાતાઓ જીવનભાઇ ગોવાણી, ભુપેશભાઇ ગોવાણી, વિપુલભાઇ ઠેસીયા, કિરીટભાઇ સુરેજા, અરવિંદભાઇ પાણ, શિવલાલભાઇ આદ્રોજા, કાંતિભાઇ માકડીયા, બીપીનભાઇ હદવાણી, કિરણભાઇ ગેલેકસી, મનસુખભાઇ કાલરીયા, સામજીભાઇ સબરસ, પાટીદાર શ્રેષ્‍ઠીઓ મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ કટારીયા, સ્‍મિતભાઇ કનેરીયા, જગદીશભાઇ કોટડીયા, પરસોતમભાઇ કમણી, વિજયાબેન ગોવાણી, જયાબેન કાલરીયા, શોભનાબેન પાણ, રસીલાબેન માકડીયા, હર્ષાબેન ગોવાણી, સંસ્‍થાના મુકેશભાઇ મેરજા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાબેન મેરજા, નાથાભાઇ કાલરીયા, વિનુભાઇ રાદડીયા, જી. બી. પટેલ, બાબુભાઇ પલસાણા, કૌશિકભાઇ રાદડીયા સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. સામાજીક પ્રશ્‍નો માટે મનોમંથન કરી તેના તારણો પણ રજુ કરાયા હતા. લગ્ન માટે કુંડળી કે ગ્રહો મેળવવાની પરંપરાને તિલાંજલી આપવા તેમજ શિક્ષણ મેળવવા અને વ્‍યસન મુકત થવાના પ્રેરક નિરધારો આ ચિંતન શીબીરમાં કરાયા હતા.

(3:54 pm IST)