Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આટકોટમાં વડાપ્રધાનની સભામાં જડબેસલાક સુરક્ષા ચક્ર

આજે સાંજે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લેન્‍ડીંગ સ્‍થળ અને રાજકોટથી આટકોટ રોડ સુધી રિહર્સલ : સીઆઇડી ક્રાઇમના ડીજીપી સુભાષ ત્રિવેદી, રેન્‍જ આઇજી સંદીપસિંહ તથા રૂરલ એસપી જયપાલસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ પાંચ ઝોનમાં સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવાઇ : ૮ એસપી સહીત ૧૬પ૦નો પોલીસ કાફલો તૈનાત : ૪ ચેતક કમાન્‍ડોની ટીમ પણ ખડેપગે : હેલીપેડ, હોસ્‍પીટલ ઉદઘાટન સ્‍થળ તથા સભા સ્‍થળે ચકલુય ફરકે નહિ તેવો પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ, તા., ૨૬: આગામી તા.ર૮ મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જસદણના આટકોટ ખાતે નવનિર્મિત હોસ્‍પીટલના ઉદઘાટન તથા જાહેર સભાના કાર્યક્રમ સંદર્ભે જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવવામાં આવી છે.

આગામી તા. ર૮મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આટકોટ ખાતે આવેલ કે.ડી.પરવાડીયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલના ઉઘ્‍ઘાટન કાર્યક્રમમાં આવી રહયા હોય તેમજ જાહેરસભા પણ સંબોધનાર હોય ર૮મીએ આટકોટ ખાતે બનાવાયેલ હેલીપેડ, ઉદઘાટન સ્‍થળ તથા જાહેર સભા સ્‍થળે ચકલુય ન ફરકે તેવી જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવાય છે. સીઆઇડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદી,રાજકોટ રેન્‍જ આઇજીપી સંદીપસિંહ તથા જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ ૧૬પ૦નો પોલીસ કાફલો તૈનાત રહેશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના કાર્યક્રમ સંદર્ભે આટકોટના હેલીપેડ, હોસ્‍પીટલઉદઘાટન સ્‍થળ, તથા જાહેર સભા સ્‍થળને સુરક્ષા વ્‍યવસ્‍થા માટે કુલ પાંચ ઝોનમાં વિભાજન કરવામાં આવેલ છે.  તમામ ઝોન ઉપર એસપી કક્ષાના સુપરગીઝન કરશે. તેમજ ૧૯ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ અલગ અલગ વિભાગના બંદોબસ્‍તની જવાબદારી સોંપવામાં આવેલ છે.

આટકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમ સંદંર્ભે હેલીપેડ, રોડ પ્રવાસ, સભા સ્‍થળ, હોસ્‍પીટલના ઉદઘાટન સ્‍થળ સહીત તમામ કાર્યક્રમ સ્‍થળો ઉપર ૩૨ પોલીસ ઇન્‍સ્‍પેકટર, ૯૭ પીએસઆઇ,  ૯પ૯ પોલીસ કર્મચારીઓ, ૪૪ર જીઆઇડી સભ્‍ય, એસઆરપીની એક કંપની તથા ૪ ચેતક કમાન્‍ડોની ટીમ ખડેપગે રહેશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સલામતી અને સુરક્ષા ધ્‍યાને લઇ જીલ્લા પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલા લેવાઇ રહયા છે. આજે સાંજે જીલ્લા કલેકટર અને રૂરલ એસપી જયપાલસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ રાજકોટથી આટકોટ તથા હેલીપેડ, ઉદઘાટન સ્‍થળ, તથા સભા સ્‍થળે સમગ્ર બંદોબસ્‍તનું રિહર્સલ કરવામાં આવનાર છે.

સીઆઇડીના વડા : સુભાષ ત્રિવેદી

રેન્‍જ આઇજીપી : સંદીપસિંહ

જીલ્લા પોલીસ વડા : જયપાલસિંહ રાઠૌર

 

(3:52 pm IST)