Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રૂા. બે લાખનો ચેક પાછો ફરવાના કેસમાંઆરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૬: સને ર૦૧૭ની સાલમાં થયેલ નાણાકીય વ્‍યવહારમાં રૂા. ર,૦૦,૦૦૦/-ની રકમ પરત કરવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફરીયાદ અંગેનો કેસ ચાલી જતા એક વર્ષની આરોપીને સજા અદાલતે ફરમાવી છે.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી રવિભાઇ રમેશભાઇ ડોડીયાએ તેના પરિચીત મિત્ર લલીતભાઇ દિનેશભાઇ રાયચુરાને સાલ ર૦૧૭માં મિત્રતાના દાવે અંગત આર્થીક જરૂરીયાત ઉત્‍પન્‍ન થતા રૂા. ર,૦૦,૦૦૦/- અંકે રૂપિયા રૂપિયા બે લાખ પુરા આપેલ હતા.

આ રકમ ઘણો સમય થયા પછી પણ પરત ન કરતા આરોપીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી ફરીયાદીએ પોતાના વકિલ દ્વારા લીગલ નોટીસ મોકલેલ હતી ત્‍યારબાદ નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ ૧૮૮૧ની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફરીયાદ મુજબનો કેસ ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી મોહીત વી. ઠાકરની દલીલો તથા નામદાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્‍યાને રાખીને એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી એમ. આર. લાલવાણી એ આરોપીને એક વર્ષની સજા અને જો વળતર ન ચુકવે તો વધુ છ માસની સજા તેવો હુકમ કરેલ છે.આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાષાી મોહિત વી. ઠાકર રોકાયેલ હતા

(4:19 pm IST)