Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પરિવારજનોએ લવમેરેજની ના પાડતાં જયેશે ઝેર પીધું

મુળ ચોટીલાના ચીરોડાનો યુવાન રાજકોટ સામા કાંઠે કારખાનામાં રહીને મજૂરી કરે છેઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: સામા કાંઠે ગણેશ સિલ્વર કારખાનામાં રહી ત્યાં જ કામ કરતાં મુળ ચોટીલાના ચીરોડા ગામના જયેશ ધીરૃભાઇ સોરાણી (ઉ.૨૨) નામના યુવાને સદ્દગુરૃ કોમ્પલેક્ષ પાસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જયેશના પિત્રાઇ ભાઇ હરદિપભાઇએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયેશ ચીરોડાનો વતની છે અને હાલ રાજકોટ કારખાનામાં રહી કામ કરે છે. તેણીને એક છોકરી સાથે લવમેરેજ કરવા હોઇ પરિવારજનોએ તેનો વિરોધ કરતાં માઠુ લાગવાથી આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(3:27 pm IST)