Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

શહેરમાં વેચાતુ દૂધ ભેળસેળીયુ : ૫ નમૂના નાપાસ

મનપાની ફૂડ શાખાનું પુજારા પ્‍લોટ મેઇન રોડ તથા લાખના બંગલા વિસ્‍તારમાં ૩૩ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ત્‍યાં ચેકીંગ : કુલ ૨૧ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ અપાઇ : ૧૬ નમૂનાની સ્‍થળ ઉપર ચકાસણી : માવા મલાઇ કેન્‍ડી, કેરીનો રસ તથા દૂધ સહિતના વધુ ૪ નમૂના લેવાયા

રાજકોટ તા. ૨૬ : મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના પુજારા પ્‍લોટ મેઇન રોડ તથા લાખના બંગલા વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૩૩ ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ૪ નમૂના લેવામાં આવેલ અને ૨૧ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ સાથે મિકસ દૂધના પાંચ નમૂના નાપાસ થયેલ.
મનપાની સત્તાવાર યાદી મુજબ ખાણી-પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત આપવામાં આવી છે. યાદી મુજબ વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના કાન્‍તા સ્ત્રિ વિકાશ મેઈન રોડ પુજારા પ્‍લોટ મેઈન રોડ વિસ્‍તારમાં આવેલ ચામુંડા પાન, ડીલક્‍સ પાન, સંસ્‍કૃતિ સ્‍પે. કુલડ ચા, જનતા પાનᅠએન્‍ડᅠકોલ્‍ડ્રિંક્‍સ તથા પ્રતિક્ષા આયુર્વેદિક -લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
મહાનગરપાલિકા વિસ્‍તારમાં ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠમુજબ ૪ નમૂનોᅠᅠલેવામાંᅠઆવેલ. જેમાં માવા મલાઈ કેન્‍ડી (લુઝ) - રાજસ્‍થાન સુપર માટલા કુલ્‍ફિ -લક્ષ્મીવાડી,ᅠપુજારા પ્‍લોટ મેઈન રોડ,ᅠરાજકોટ. કેરીનો રસ (લુઝ) - ભગવતી રસ -ઓમ નગર સર્કલ પાસે,ᅠ૧૫૦ફુટ રીંગ ᅠરોડ,ᅠભેસનુ દુધ (લુઝ) - જય બાલાજી ડેરી ફાર્મ -શિવમ સોસાયટી મેઇન રોડ,ᅠઆર.ટી.ઓ. પાછળ, મીક્‍સ દુધ (લુઝ) - જય શ્રી શિવ શક્‍તિ દૂગ્‍ધાયલય -શ્રી રામ સોસાયટી આર.ટી.ઓ. પાછળ ખાતેથી લેવામાં આવેલ.
મનપાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથેᅠલાખનો બંગલોવાળો રોડᅠવિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૯ᅠ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં આઇસક્રિમ,ᅠઠંડાપીણાં,ᅠદૂધ,ᅠમીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૧૬ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ ૧૬ᅠપેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ.
ઉપરાંત ફુડ શાખા દ્વારા થોડા સમય પહેલા મિકસ દૂધના પાંચ નમુના લેવામાં આવેલ જે સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર કરાયા હતા.
મિક્‍સ દૂધ (લુઝ) : નાગજીભાઇ ખોડાભાઈ સિંધવ, શ્રી કેશર વિજય ડેરી ફાર્મ -હસનવાડી મેઇન રોડ,  રિઝલ્‍ટ : સબસ્‍ટાન્‍ડર્ડ, નાપાસ થવાનું કારણ-ᅠ ધારા ધોરણ કરતાᅠSNFᅠઓછા, મિક્‍સ દૂધ (લુઝ) : રિજ્ઞેશભાઇ જયંતભાઈ વોરા, શ્રી સ્‍વામિનારાયણ ડેરી ફાર્મ-ᅠસહકાર સોસાયટી મેઇન રોડ, રિઝલ્‍ટઃ સબસ્‍ટાન્‍ડર્ડ નાપાસ થવાનું કારણ-ᅠ ધારા ધોરણ કરતાᅠSNFᅠઓછા, મિક્‍સ દૂધ (લુઝ) : રાજેન્‍દ્રકુમાર કિરીટભાઇ સિંઘવ, નીલકંઠ ડેરી ફાર્મ-ᅠગાયત્રીનગર મેઇન રોડ, રિઝલ્‍ટઃ સબસ્‍ટાન્‍ડર્ડ નાપાસ થવાનું કારણ-ᅠ ધારા ધોરણ કરતા ફેટ ઓછા, મિક્‍સ દૂધ (લુઝ) : નિતેશકુમાર કુરજીભાઇ રણપરિયા, બારસાના ડેરી ફાર્મ-ᅠહરિધવા રોડ,ᅠપટેલ ચોક, રિઝલ્‍ટ : સબસ્‍ટાન્‍ડર્ડ નાપાસ થવાનું કારણ-ᅠ ધારા ધોરણ કરતાᅠ ફેટ તથાᅠSNF ઓછા તથા મિક્‍સ દૂધ (લુઝ) : ભુવા ઉમેશભાઈ લાલજીભાઈ,વૃંદાવન ડેરી ફાર્મ-હરિધવા રોડ,ᅠરાજલક્ષ્મી સોસાયટી, રિઝલ્‍ટ : સબસ્‍ટાન્‍ડર્ડ નાપાસ થવાનું કારણ ધારા ધોરણ કરતાᅠSNFᅠઓછા હોવાથી દંડ સહિતના શિક્ષાત્‍મક પગલા ભરવામાં આવેલ.(

 

(3:01 pm IST)