Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

લોન લઇને હપ્તા નહિ ચુકવતા મિલકતનો કબજો લઇને બંધન બેંકને સોંપવા હુકમ

રાજકોટ તા.૨૬ અત્રે બંધનબેંક લીમીટેડની લેણી રકમ વસુલાત માટે સરફેસી એકટ તળે રાજકોટની ચીફકોર્ટ દ્વારા અરજદાર બેંકને કોર્ટ કમિશનર તથા પોલીસ બંદોર્બસ્‍ત સાથે મિલકતનો કબજો સોપિ અપાવવાનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

અરજદાર બેંક સંજયભાઇ ભિખાલાલ ઝાલા દ્વારા સીકયોર્ડ હોમ લોન મેળવી, લોનનાં હપ્તાં ચૂકજવવામાં ઠાગા ઠૈયા કરતાં હોય, જેઓનાં રૂપિયા ૨,૬૨,૨૨૪.૮૨ રકમ બાકી લેણા પેટે નીકળતી હોય, બાકીદાર લોન ચૂકવવામાં  નિષ્‍ફળ ગયેલ હોય, જેથી બેંક દ્વારા સરફેસી એકટ-૨૦૦૨ તળે કોર્ટમાં બાકીદારની મિલકતનો કબજો મેળવવા અરજી કરેલ, જે અરજી ચાલી જતાં નામદાર રાજકોટની ચીફ કોર્ટના નામદાર ચીફ જજ સાહેબ શ્રી એસ.વી.મનસુરી સાહેબ દ્વારા બાકીદારની મિલકતનો કબજો અરજદાર બેંકને સોપવા હુકમ ફરમાવેલ હતો.

આમ છતાં બાકીદારે લોન ચૂકવવા કોઇ દરકાર લીધેલ ન હોય, બેંકમાંથી લોન લઇને હપ્તા ના ભરવાની લોકોની માનસિકતા તથા વર્તન સામે દાખલા રૂપ હુકમ કરી તથા કોર્ટનાં હુકમની અમલવારી માટે કોર્ટ કમિશનર તથા પોલીસ બંદોબસ્‍ત સાથે બાકીદારની મિલકતનો કબજો આપી નોંધવા લાયક દાખલો બેસાડેલ હતો.

અરજદાર બંધનબેૅક તરફે એડવોકેટ મોહીત ડી. લીંબાસીયા, હીરેન એચ. પંડયા અને ચીરાગ એચ. પરમાર, હીમાંશુ પરમાર, વિવેક સંચાણીયા તથા જીજ્ઞેશ કલસારીયા રોકાયેલ છે

(2:57 pm IST)