Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઘરેલું હિંસાના કેસમાં અરજદારને ભરણ પોષણ-ઘરભાડુ ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટઃ તા. ૨૬: ઘરેલું હિંસાના કેસનો અરજદારની તરફેણમાં ફકત પાંચ માસના ટુંકાગાળામાં નિકાલ કરીને કોર્ટે મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

આ કામના અરજદાર ગીતાબેન ચકુભાઇ ઉધરેચીયા, રહે. ખોડીયાર પરા, રાજકોટના ને સને ૨૦૧૬ માં જયારે તેઓ સગર્ભા હતા ત્‍યારથી તેમના પતિ/સામાવાળા અરવિંદભાઇ નારૂભાઇ ભીરભીડીયા, રહે. મુ. પાણવી, તા. વલ્લભીપુર, જિ.ભાવનગરવાળાએ તેમને પહેરેલ કપડે કાઢી મુકેલ હતા. અરજદારને પથરી અને ડાયાબીટીસ જેવા રોગો હોય તથા પિયરે  આવ્‍યા બાદ દિકરી રાધીકાનો જન્‍મ થયેલ હોય, તેઓ પોતે કપરા સંજોગોમાં જીવન વ્‍યતીત કરતા હતા અને જયારે અરજદાર  સાસરે હતા ત્‍યારે અરવિંદભાઇ તથા તેમના સસરા નારૂભાઇ અને તેમના સાસુ મીણાબેન દ્વારા તેઓને દુઃખ, ત્રાસ આપવામાં આવતો હોય, જેથી અરજદારએ તેમના પતિ,સાસુ અને સસરા વિરૂધ્‍ધ ઘરેલું હિંસાની ફરીયાદ રાજકોટ ટ્રાફીક કોર્ટમાં કરેલ હતી.

 અરજદારએ અરજી કર્યા બાદ, સામાવાળાઓ ઉપર કોર્ટ નોટીસ બજેલ હતી. જેમાં તેઓએ પોતાના બચાવ કરેલ, પરંતુ અરજદારના વકિલ શ્રી વિપુલ આર. સોંદરવા દ્વારા કેસને લગતા સાંયોગીક પુરાવાઓ અને જરૂરી દસ્‍તાવેજો રજુ રાખીને ‘ડે ટુડે' કેસ ચલાવી લેવાની તૈયારી દેખાડતા કોર્ટ દ્વારા પાંચ માસના ટુંકા ગાળામાં અરજદારને ન્‍યાય અપાવી સામાવાળાને માસીક  રૂા.૩,૦૦૦/- ભરણ પોષણ અરજીની તારીખથી દર માસે ચુકવવા તથા માસીક રૂા.૧૦૦૦/- ઘરભાડા પેટેના ચુકવવાનો આદેશ કરેલ છે. તદઉપરાંત અરજદારને માનસીક ત્રાસતાપ પેટેના રૂા. ૧૫,૦૦૦/- અલગથી હુકમની તારીખથી ૧ (એક)માસની અંદર ચુકવી આપવાનો આદેશ કરેલ છે.

આ કામના અરજદાર તરકે એડવોકેટ શ્રી વિપુલ આર.સોંદરવા હતા. જેઓએ અરજદારને પાંચ માસના ટુંકાગાળામાં ન્‍યાય અપાવેલ હતો.

(2:51 pm IST)