Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રવિવારે ઓર્ગેનિક ખાતરનું પેકેટ વિનામૂલ્‍યે

ખરખોડીનો પાઉડર, ફુલછોડ, ફિંડલા સરબત, મધ, એલોવેરા જેલ વગેરે રાહત દરે

રાજકોટ, તા. ર૬ : નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા રવિવારે ઓર્ગેનિક ખાતરનું નાનું પેક (વિનામૂલ્‍યે), કદમના રોપા (રૂ.૩૦) ફણસના રોપા (રૂ.૩૦), જીવંતીકા (ખરખોડી/ડોડી) ના પાવડરનું રાહત દરે વિતરણ થશે.

ઉપરાંત વિવિધ જાતના ફુલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્‍તુઓ, એલોવેરા જેલ, હાથલા થોરનું સરબત (ફીંડલા સરબત), અળસીયા અને કોકોપીટનું ખાતર, લોખંડના વાસણો, પ્‍લાસ્‍ટીકના ચબુતરા (રૂપિયા ૧૦), માટીના પાણીના પરબ, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઇ, આંબડા વગેરેના પાવડર, પ્‍યોર મધ, વિવિધ જાતના પાપડ રાહતદરે મળશે.

ચકલીના માળા (પુઠા) (રૂ. ૧૦)માં મળશે.

રીંગણી, મરચી અને ટમેટીના ધરૂં (રોપા) (૩ રોપા ના ૧૦ રૂા) લેખે વેચાણ થાય છે.

મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીય, જાસુદ, લાલ અને મિકસ કાશ્‍મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની મધુમાલતિ, લીલી, ખટુબરા વગેરેનું રોપાના રપ રૂા. લેખે રાહત દરે વિતરણ.

આંગણે વાવો શાકભાજીના બિયારણ નાના પેકમાં મળશે.

ફુલછોડ : કાશ્‍મીરી અને ઇંગ્‍લીશ ગુલાબ (૧પ જાતના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રિશ્‍મસ ટ્રી, એકશ્‍ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.

એલોવેરા જેલ : અલોવેરા જયુસ અને સપ્‍ત્‍ચુર્ણ રાહત દરે મળશે.

અળસીપાએ બનાવેલ ખાતર (૧કિલોના ર૦રૂા.)નું વેચાણ થાય છે.

દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ કેળાં કેસર અને હાફૂસ કેરી, અથાણાં માટે ગુંદા. કપડાંમાંથી ડાઘ કાઢવા માટે પ્રવાહી.

વિવિધ જાતના દેસી મુખવાસ અને દેસી અથાણાં.

છાણિયું ખાતર, લીંબડાનો ગળો, વિવિધ જાતના કઠોડ, માટી અને પ્‍લાસ્‍ટીક ના કુંડા, સાકર ટેટી, પપૈયાં લસણ, ડુંગડી, લીંબુ વગેરે ચીજવસ્‍તુઓનું રાહત દરે વિતરણ.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍યના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામૂલ્‍યે વિશ્વનિડમ ગુરૂકુલમ તરફથી આપવામાં આવશે.

જીતુભાઇ વિશ્વનીડમ ગુરૂકુલમ તરફથી ગીર ગાયની છાસ વિનામૂલ્‍યે પીવડાવવામાં આવશે. આ બધું ખેડુતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને સંસ્‍થા જગ્‍યા અને પ્રચારની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે. કાર્યક્રમ ૧પ૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, રાજકોટ ખાતે તારીખ : ર૯-૦પ-ર૦રર (દર રવિવાર) સમય : સવારે ૮ થી ૧ યોજોશે.

વધારે વિગતો માટે વી.ડી. બાલા, મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

(2:49 pm IST)