Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગોંડલ રોડ ચોકડીએ માટી ભરેલો ટોરસ ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક જામઃ દૂધની ગાડીને બચાવવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો

રાજકોટઃ ગોંડલ રોડ ચોકડીએ વહેલી સવારે માટી ભરેલો ટોરસ ટ્રક નં. જીજે૨૫યુ-૯૮૫૦ પલ્ટી મારી રોડ પર આડો થઇ જતાં રસ્તો બંધ થઇ ગયો હતો. આ કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જુનાગઢથી સુરત તરફ આ ટ્રક જઇ રહ્યો હતો. દૂધની ગાડી ગ્રીલલેન્ડ ચોકડી તરફથી આવી ટર્ન લેતો હોઇ તેને બચાવવાના પ્રયાસમાં ટોરસ ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં પલ્ટી મારી ગયો હતો. અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહોતી. ટ્રાફિક જામ થતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં મોબાઇલો મોકલી ટ્રાફિક કલીયર કરાવાયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:59 pm IST)