Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રાજકોટમાં મનહરપ્લોટના તબીબ ભાડુઆતને મકાન ખાલી કરી મકાનમાલિકને કબ્જો સોંપી આપવા હુકમ

જાડાવ મેંશનમાં ભાડુઆતના તબીબ વારસદારો જગ્યા ખાલી નહિ કરતા કોર્ટ કેસ કરાયો હતો

રાજકોટઃશહેરના મનહર પ્લોટ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા તબીબ ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચે મકાનના કબ્જા અંગેનો કેસ ચાલી જતા અદાલતે ભાડૂઆતને મકાન ખાલી કરી કબજો મકાનમાલિકને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટના મનહરપ્લોટ વિસ્તારમાં જાડાવબેન ડાયાલાલ જોબનપુત્રાનું જાડાવ મેન્શન મકાન મહેન્દ્રભાઈ હરિદાસ કારિયાને ભાડે આપ્યું હોય અને બાદમાં તેના વારસદારો ડોક્ટર મુંજાલ મહેન્દ્રભાઈ અને તેનો પુત્ર રોનક મુંજાલ કારિયા આ મકાનમાં રહેતા હોય છતાં ભાડા મિલકતની જગ્યા મૂળ માલિકને ના સોંપતા જાડાવબેનના વારસદાર પ્રભુદાસ જોબનપુત્રા દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે કેસમાં અદાલતે પીજીવીસીએલના અધિકારીઓનું વીજબીલ અંગેનું નિવેદન, ભાડૂઆતને ત્યાં લગ્નપ્રસંગમાં મળેલા આમંત્રણ કાર્ડનું સરનામું સહિતના દસ્તાવેજો તપાસી કાયદા અને હકીકતના મુદાઓને આધારે ભાડાવાળી મિલકતનો ખાલી કબજો મકાન માલિકને પરત સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

(12:22 am IST)