Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

લગ્ન સહિતનાં પ્રસંગોમાં વધુમાં વધુ ૧૦૦ વ્યકિતને મંજૂરીઃ રેમ્યા મોહનનુ જાહેરનામુ

હોલની ક્ષમતાની પ૦% કેપીસીટીમાં ૧૦૦ વ્યકિતને જ પરમિશનઃ ધાર્મિક કાર્યક્રમ ત્થા અંતિવિધીમાં પ૦ વ્યકિતને છૂટ

રાજકોટ તા. રપ :.. શહેરમાં લગ્ન - સત્કાર સમારોહ, ધાર્મિક કાર્યક્રમો અને અંતિમવિધી વગેરેમાં હાજરી આપવા માટે વ્યકિતઓની સંખ્યા સબંધી કલેકટર રેમ્યા મોહન દ્વારા ખાસ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

જાહેરનામાનામાં જણાવાયું છે કે હું રેમ્યા મોહન જીલ્લા મેજીસ્ટ્રેટ, ફોજદારી કાર્યરીતી સહિત ૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમ તથા ડિઝાસ્ટર મેનેજમન્ટ એકટ, ર૦૦પ ની કલમ-૩૪ ની રૂએ ફરમાવુ છું કે, લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના પ૦%થી વધુ નહી પરંતુ મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

જયારે મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા, ધાર્મિક વિધી મહત્તમ પ૦ વ્યકિતઓની મર્યાદામાં કરી શકાશે.

આ જાહેરનામુ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.

આ હુકમ તા. રપ-૧૧-ર૦ર૦ નાં કલાકથી તા. ૩૦-૧૧-ર૦ર૦ના ર૪ કલાક સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનીયમ ૧૯પ૧ ની કલમ ૧૩પ, ૧૩૯ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પ ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી  આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ અધિકૃત કરવામાં આવે છે.

(4:02 pm IST)