Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સૂચિત સોસાયટી : રાજકોટ કલેકટરે ૮ નવી દરખાસ્ત મોકલી ત્રણ પરત ફરી ૧૦ કોમન પ્લોટ અંગે હવે નિર્ણય

રાજકોટ તા. ૨૫ : રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે રાજકોટની સૂચિત સોસાયટીઓ નિયમીત, ઉપરાંત નવી દરખાસ્ત - કોમન પ્લોટ અંગે ૧૦ નવી સોસાયટી તથા સરકારે કાગળો પૂર્તતા અંગે ૩ નવી સોસાયટીની ફાઇલ પરત મોકલી તે અંગે મીટીંગ મળી હતી.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, રૂટીન મુજબ દર મહિને મીટીંગ મળે છે, તેમ મળેલ આ મીટીંગમાં ૮ નવી દરખાસ્ત મોકલવા અંગે નિર્ણય લેવાયો હતો.

જેમાં રાજકોટ પૂર્વ મામલતદાર વિસ્તારની ચિત્રકૂટ, શ્રી પાર્ક, વાલ્મિકી, ખોડીયાર પાર્ક-૧ અને અક્ષર પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે, જ્યારે અગાઉ ૫ સોસાયટી અંગે દરખાસ્ત થઇ તેમાં ત્રણ સોસાયટીની ફાઇલો પરત આવી છે. જેમાં પૂર્વ વિસ્તારની મનહર સોસાયટી, દક્ષિણ વિસ્તારની ન્યુ સુભાષનગર-બી અને રિધ્ધિ સિધ્ધિ સોસાયટીનો સમાવેશ થશે, આ પૂર્તતા પૂર્ણ કરવા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ સીટી સર્વે કચેરીને ૮ દિ'નો સમય આપ્યો છે.

દરમિયાન રાજકોટની ૧૦ સૂચિત સોસાયટી એવી છે કે જેમાં કોમન પ્લોટ કોનો સરકારનો કે સૂચિત સોસાયટીનો તે નક્કી નથી થયું, આ માટે કલેકટરે સરકારમાં ફાઇલો મોકલી છે, પરંતુ ગાંધીનગર લેવલે હજુ કાંઇ નક્કી નથી થયું.

(3:22 pm IST)