Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ડ્રોન કેમેરા દ્વારા આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાએ પણ ચેકીંગ હાથ ધર્યુ

રાજકોટ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા કોરોનાના બીજા તબકકામાં રાત્રી કર્ફયુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે શહેરમાં પોલીસ દ્વારા પણ કર્ફયુનો અમલ કરાવવા માટે સક્રિય કામગીરી કરી રહી છે અને લોકોની અવર-જવરને નિયંત્રીત કરવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવે છે. ત્યારે રાત્રે આજી ડેમ વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા તથા સ્ટાફ દ્વારા ડ્રોન કેમેરો ઉડાવીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

(3:21 pm IST)