Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

પછી બબ્બે વખત પ્લાઝમા ડોનેટ કરતાં સિવિલના મેલ નર્સ આશિષ ભૂત

રાજકોટ : માર્ચ મહિનાથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓ અવિરતપણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા થકી લોકસેવાનું કાર્ય કરી રહ્યાં છે. તેવા સમયે વાત કરવી છે, એક એવા મેઈલ નર્સની કે જેઓ સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સાજા કરતાં કરતાં સ્વયં કોવિડ-૧૯ થી સંક્રમિત થયાં, સારવાર બાદ ફરી ફરજ પર જોડાયા એટલું જ નહી પરંતુ કોરોનાથી પીડિત દર્દીઓને મદદરૃપ થવા બે-બે વખત પ્લાઝમા ડોનેટ કરી પોતાનો નર્સ તરીકેનો ધર્મ પણ અદા કર્યો. આ વાત છે, સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા આશિષભાઈ ભૂતની...

તે કહે છે ' માર્ચ મહિનાથી હું સતત કોરોના સંક્રમિત દર્દીઓ સાથે સંકળાયેલો હતો. મેં આ દર્દીઓને ખૂબ નજીકથી જોયા છે, તેમનું દર્દ અનુભવ્યું છે. તેવા સમયે દર્દીઓની સેવા કરતાં કરતાં હું પણ કોરોના સંક્રમિત બન્યો. અને એ જ ક્ષણે મેં પ્લાઝમા ડોનેટ કરવાનો નિશ્ચય કરી લીધો.અને બે વખત ડોનેટ કરી બીજાના જીવન બચાવ્યા.

(12:42 pm IST)