Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રાજકોટમાં કાળા ડિબાંગ વાદળા સાથે વરસાદ શરૂ : રસ્તા ઉપર પાણી ફરી વળ્યા : નવરાત્રીના પ્રારંભના એક દિવસ અગાઉ વાતાવરણમાં પલટો આવતા ચિંતા

રાજકોટ તા.૨૫: રાજકોટમાં કાળા ડિબાંગ વાદળા સાથે વરસાદ શરૂ થયો છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. નવરાત્રીના પ્રારંભના એક દિવસ અગાઉ વાતાવરણમાં પલટો આવતા ચિંતા પ્રસરી ગઈ છે.

       રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા આઠેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે આજે સવારથી ધૂપછાવવાળું વાતાવરણ અનુભવાયું હતું અને સાંજના છ વાગ્યા આસપાસ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

(6:16 pm IST)