Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

હું દિનેશ મૂછડીનો માણસ એમ.કે. છું, તારા દિકરાને કહેજે મળી જાય...મવડીના હરિદ્વાર પાર્કમાં રાજપૂત વૃધ્ધના ઘરમાં ઘુસી ધમકી

રાજકોટ: મવડીના ૮૦ ફુટ રોડ  હરદ્વાર પાર્ક નં-૨ લાભુ સ્મૃતી ગેઇટ સાગર હોલ પાસે વછરાજ નિવાસમાં રહેતાં ધીરૂભા મોતીભા ડાભી રાજપુત (ઉં.વ.૬ર ધંધો ખેતી)ને શનિવારે રાત્રે પોણા બારેક વાગ્યે ઘરે હતા ત્યારે દિનેશ મૂછડીના માણસ તરીકે ઓળખ આપનાર એમ.કે. તથા બે અજાણ્યાએ ઘરમાં ઘુસી ટેરો દીકરો વિશ્વજીત ક્યાં છે? તેમ કહી ગાળો ડી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઈ છે.

પોલીસે ૫૦૪,૫૦૬ ,૪૪૭,૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ધીરૂભાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહું છું મારા પરિવારમાં મારા પત્ની તથા એક દીકરો છે. તા.૨૪/૦૯ના રાત્રે ૧૧/૪૫ વાગ્યા આસપાસ હું મારા પરિવારજનો ઘરે સુતા હતા ત્યારે અમારા ઘરનો ડેલી ખખડવાનો અવાજઆવતા હું ઉપરના માળે સુતો હોય મારા પત્નીએ મને જગાડેલ અને મેરવેશમાં બહાર આવી જોયેલ તોઅમારા ઘરનો મેઇન ડેલી ખુલી હતી અને ફળીયામાંત્રણ અજાણ્યા વ્યકિતઓ ઉભેલ હતા અને મે બહાર આવીને પુછેલ કે, કોનું કામ છે તો તેમાથી એક વ્યકિતએ પોતાનું નામ એમ.કે. જણાવેલ અને મને કે હેલ કે, તમારો દીકરો વિશ્વજીત કર્યાં છેતેનું કામ છે તેમ કહી ગાળો બોલતો હતો જેથી હું ગભરાઇ જતા મારો દીકરોઘર માં હતો તેમ છતા મે ઘરમાં નથી તેમ કહેલઅને આવ્યકિતએ પોતાનું નામ એમ.કે.આપેલ તેણે મને જણાવેલ કે હું દીનેશભાઇ મૂછડીનો માણસ છું અને વિશ્વજીતને કહેજો કે તે દિનેશભાઇની ઘરે જઇ બહેનને મળતો આવે. તેમ કહી મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગેલો અને તેની સાથે આવેલ બીજા બે અજાણ્યા વ્યકિતઓ આવેલ તે પણ ભુંડી ગાળો બોલતા હતા આ એમ.કે. નામનો વ્યકિત દિનેશ મુછડી નામ જણાવેલ તેની સાથે મારા દીકરા વિશ્વજીતને છ મહીના પહેલા ઝધડો થયેલ ત્યારે સમાધાન પણ થઇ ગયેલ હતું તેમ છતા આ એમ.કે. નામનો વ્યકિત તથા તેની સાથે આવેલ બે વ્યકિતઓ દીનેશ મુછડીનું નામ લઇ અમારા ઘર પાસે આવેલ અને ભુંડી ગાળો આપવા લાગેલ અને જો વિશ્વજીત દીનેશ મુછડીની ઘરે બહેનને મળવા નહી જાય તો અમો વિશ્વજીતને જાનથી મારી નાખશું તેમ ધમકી આપી ભાગી ગયા હતા. એએસઆઈ કે.કે.માઢકે વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં દિનેશ મૂછડી અને સુખદેવસિંહના જૂથ વચ્ચે જન્માષ્ટમીના તહેવાર પર મારામારી થતા સામસામે ફરિયાદ થઈ હતી. ત્યાં ફરી દીનેશના નામે ધમકીનો બનાવ સામે આવ્યો છે.

(11:02 am IST)