Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પરા પીપળીયા પાસે પુષ્કર રિસોર્ટમાં ફરવા ગયેલ રાજકોટનો પરિવાર નદી કાંઠે ફસાયો : ગાંધીગ્રામ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો

નદીમાં રીક્ષા પસાર થઇ શકે તેમ નહિ હોવાથી ગાંધીગ્રામ પોલીસનો કર્યો સંપર્ક : પોલીસે સુરક્ષિત રીતે તેઓના ઘરે પહોંચ્ડ્યા પોલીસ એ પ્રજા નો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું

રાજકોટ : આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરા પીપળીયા ગામમાં આવેલ પુષ્કર રિસોર્ટમાં રાજકોટ શહેરમા રહેતા ઇમ્તિયાઝ ભાઈ હૈદર ભાઈ કુરેશી પોતાના પરિવાર સાથે રિસોર્ટમાં ફરવા ગયેલ અને તે દરમિયાન આજરોજ વધારે વરસાદ આવવાથી પરા પીપળીયા ગામની નદી આવી જતા આ પરિવાર આ નદીના સામે કાંઠે ફસાઇ ગયેલ અને પોતાની રિક્ષા નદીમાંથી પસાર થઈ શકે તેમ ન હોય જેથી તેઓએ પોલીસ કંટ્રોલરૂમ ને જાણ કરતા કંટ્રોલ રૂમ તરફથી તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ વાળાને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ ટીમ તાત્કાલિક પરા પીપળીયા ગામે પહોંચી પરા પીપળીયા ગામના સરપંચ વિક્રમભાઈ નો સંપર્ક કરી ગ્રામજનો ની મદદ લીધી તેમજ આ નદીમાં વધારે પાણી હોય અને પરિવાર સામાકાઠે હોય જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક આવી ગયેલ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ની ટીમ તેમજ ગ્રામજનો તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફસાયેલા પરિવારને રેસ્ક્યુ કરી ગામમાંથી બોલેરો ગાડી મંગાવી તેમાં તેમજ પોલીસની ગાડી માં બેસાડી તેઓને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચાડી દીધેલા.

આમ પોલીસ એ પ્રજા નો મિત્ર છે તે સૂત્ર આજરોજ રાજકોટ શહેર પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ નાયબ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એ. સી. પી. પશ્ચિમ વિભાગ  પી. કે. દિયોરાનાઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ટીમ ને સતત માર્ગદર્શન પૂરું પડેલ હતું.

(11:40 pm IST)