Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

વાણીયાવાડી શેરી નં-૮ માં ભક્તિનગર પોલીસનો દરોડો: જુગાર રમતા ૭ને પકડી લીધા

રાજકોટ: શહેર પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમીશનર ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગએ પ્રોહી/જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશન ને લગતી ગે.કા પ્રવૃતિ સદંતર બંધ કરવાની સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર જે. ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા તથા સર્વેલન્સ ટીમના માણસો આજરોજ તાઃ-૨૫/૦૭/૨૦૨૧ ના પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા તથા પો.કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયાનાઓને મળેલ સંયુકત બાતમી આધારે વાણીયાવાડી શેરી નં-૮માંથી તીનપતીનો રૂપીયાની હારજીત જુગાર રમતા ૭-ઇસમોને પકડી પાડી જુગાર ધારાનો કવાલીટી કેસ કરી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે.

આરોપીઓના નામ સરનામા: (૧) હેમલ જગજીવનભાઇ ચોટાઇ ઉવ.૪૦ રહે. વાણીયાવાડી શેરી નં-૮ જલારામ ચોક પાસે તુલસીપત્ર મકાન રાજકોટ (ર) કેતન ભાનુભાઇ ત્રિવેદી ઉવ.૩૦ રહે. વાણીયાવાડી શેરી નં-૧/૮ કોર્નર હનુમાન ચાલ રાજકોટ (૩) હીરેન જયંતીભાઇ ટાંક ઉવ.૩૫ રહે. વાણીયાવાડી શેરી નં-૧/૮ કોર્નર હનુમાન ચાલ રાજકોટ (૪) જીગ્નેશ હસમુખભાઇ કોઠારી ઉવ.૪૫ રહે. વાણીયાવાડી શેરી નં-૧/૪૪ શ્રી મહાવીર મકાન રાજકોટ (૫) કમલેશ ચન્દ્રકાંતભાઇ ભટ્ટ ઉવ.૫૦ રહે. વાણીયાવાડી શેરી નં-૫ પુજા એપાર્ટમેન્ટ ફલેટ નં-૨૦૩ રાજકોટ (૬) ચીરાગ હીતેશભાઇ કકકડ ઉવ.૨૪ રહે. વાણીયાવાડી શેરી નં-૧/૧૦ ખોડીયાર ક્રુપા મકાન રાજકોટ (૭) રાજેશ ચંદુલાલ તન્ના ઉવ.૫૫ રહે. વાણીયાવાડી શેરી નં-૮ જલારામ કૃપા મકાન રાજકોટ

પોલીસે રોકડા રૂ.૧૬,૯૭૦ કબ્જે લીધા છે. આ કામગીરી પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા, એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, પો.કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શીરોડીયા, રાજેશભાઇ ગઢવી, હીતેન્દ્રસિંહ ઝાલા સહિતે કરી હતી.

(10:44 am IST)