Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઘેટા - બકરા ચરાવવા પ્રશ્‍ને મારકુટના ગુનામાંસજા પામેલ ત્રણ આરોપીના અપીલમાં જામીન મંજુર

રાજકોટ તા. રપઃ ઘેટા બકરા ચરાવવાની બાબતે માથાકુટના કેસમાં ત્રણેય માલધારી આરોપીઓનો જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છેકે, આરોપીઓ લીંબા કમા, દેવા લીંબા અને ભુપત લીંબા આ કામના ફરીયાદીની વાડીમાં ઘેટા બકરા ચરાવવા માટે ગયેલ ત્‍યારે ફરીયાદીએ ચરવા દેવાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીનાં ભત્રીજા સાથે ઝઘડો કરી લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરેલ તે મતલબની ઇ.પી.કો. કલમ-૩ર૩, ૩રપ, ૧૧૪ મુજબની ફરીયાદ દાખલ કરેલ. ત.ક.અ. એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલેલ. આ કેસમાં ચીફ કોર્ટે ૧૩ જેટલા સાહેદો તપાસી તેમજ પુરાવાઓ ધ્‍યાને લઇ આરોપીના બચાવમાં કોઇ પુરાવો મળી ન આવતાં ત્રણેય આરોપીઓને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. ૪,૦૦૦/-નો દંડ ભરવા હુકમ કરેલ હતો.

ત્‍યારબાદ આરોપીઓએ ચીફ કોર્ટમાંથી ૩૦ દિવસના જામીન મેળવી જીલ્લા કાનુની સેવા સતામંડળમાં મફત વકીલ સહાય માટે અરજી કરેલી. જે અરજી અન્‍વયે લીગલ પેનલ એડવોકેટ વિવેક એન. સાતાની નિમણુંક થતાં એડવોકેટ વિવેક સાતાએ આરોપીઓની સજાના હુકમ વિરૂધ્‍ધ સેશન્‍સ કોર્ટ રાજકોટમાં અપીલ દાખલ કરેલ. એડવોકેટ વિવેક સાતાએ વચગાળાની અરજીની દલીલ કર્યા બાદ એડી. સેશન્‍સ કોર્ટે આરોપીઓ લીંબા કમા, દેવા લીંબા તથા ભુપત લીંબાને અપીલ ચાલતા સમય સુધી નીચેની કોર્ટનો સજાનોહુકમ સ્‍ટે કરી રૂા. ૧પ,૦૦૦/- ના જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

ત્રણેય આરોપીઓ તરફે લીગલ એઇડ એડવોકેટ વિવેક એન. સાતાની નિમણુંક થયેલ હતી.

(4:29 pm IST)