Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

તારો ધંધો બંધ કરી દેજે મારે ‘ચા'નો ઘંધો કરવો છે કહી મેહુલભાઇને ધમકી : ચાના થડામાં તોડફોડ

બજરંગવાડી મેઇન રોડ સાપરીયા કોમ્‍પલેક્ષ પાસે બનાવઃ વિરેન્‍દ્રસિંહ ઉર્ફે મુન્નો વાઘેલા સામે ગુનો

રાજકોટઃ તા.૨૫:  જામનગર રોડ બજરંગવાડી મેઇન રોડ પર સાપરિયા  કોમ્‍પલેક્ષ પાસે ‘તારો ધંધો બંધ કરી દેજે અહી મારે ‘ચા'નો ધંધો કરવો છે. કહી ભરવાડ પ્રોઢને સામે પાનની દુકાન  ધરાવતા શખ્‍સે ધમકી આપી ચાના થડામાં તોડફોડ કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયા પરા ગાત્રાળ ચોક પાસે રહેતા મેહુલભાઇપોલાભાઇ ચાવડીયા (ઉ.વ.૫૧) ગઇ કાલે જામનગર રોડ બજરંગવાડી મેઇન રોડ પર સાપરીયા કોમ્‍પલેક્ષ પાસે ેપોતાના ‘ચા'ના ટેબલે હતા. ત્‍યારે સામેજ ચા-પાનની દુકાન ધરાવતો વિરેન્‍દ્રસિંહ ઉર્ફે મુન્નો વાઘેલા તેની પાસે આવીને કહેલ કે તારો ધંધો બંધ કરી દેજે અહી મારે ‘ચા'નો ધંધો કરવો છે. તેમ કહી મેહુલભાઇ ચાવડીયા સાથે  ઝઘડો કરી ગાળો આપી હતી બાદ તેણે ઉશ્‍કેરાઇ જઇ ટેબલને લાત મારી કપ-રકાબી અને અન્‍ય સામાન પછાડી દઇ નુકસાન કર્યુ હતું. આ બનાવની મેહુલભાઇ એ ગાંધીગ્રામ પોલીસ મથકમા જાણ કરતા હેડકોન્‍સ સંજયભાઇ કુમારખાણીયા એ વિરેન્‍દ્રસિંહ ઉર્ફે મુન્નો વાઘેલા વિરૂધ્‍ધ એન.સી. ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:25 pm IST)