Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રોયલ પાર્કમાં સોનલબેન કાકડીયાને જેઠ દિનેશભાઇએ ઢીકા-પાટા માર્યા

જમીન મામલે ચાલતી માથાકુટ કારણભુત

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર રોયલ પાર્કમાં રહેતાં સોનલબેન દિનેશભાઇ કાકડીયા (ઉ.૪૦)ને સાંજે તેના જેઠ તળસીભાઇ રવજીભાઇએ ઘરે આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી.

સોનલબેનના પતિ દિનેશભાઇએ કહ્યું હતું કે કોૈટુંબીક જમીન મામલે મોટા ભાઇને મારી સાથે મનદુઃખ છે. હું ગઇકાલે વાડીએ હતો ત્‍યારે તે ઘરે આવ્‍યા હતાં અને મારા પત્‍નિ સાથે માથાકુટુ કરી મારકુટ કરી ભાગી ગયા હતાં.

(4:23 pm IST)