Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

MSME ડે નિમિતે ‘ગૌ ઉદ્યોગ સાહસિકતા' વિષે સોમવારે આંતરરાષ્‍ટ્રીય વેબીનાર

પરસોતમભાઈ રૂપાલા, નારાયણ રાણે, ડો.કથીરીયાનું માર્ગદર્શન

રાજકોટઃ ગૌ ઉદ્યોગ ક્રાંતિનો આર્થિક લાભ દરેક ગાય ઉદ્યોગસાહસિક સુધી પહોંચે તે સુનિヘતિ કરવા માટે, ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ- બેઝડ ઈન્‍ડસ્‍ટ્રીઝ (GCCI), લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ  (પ્‍લ્‍પ્‍ચ્‍), ખાદી વિકાસ ગ્રામોદ્યોગ(MSME) અને વિવિધ ચેમ્‍બર ઓફ કોમર્સ સાથે (KVIC) દિવસ માઈક્રો, સ્‍મોલ એન્‍ડ મિડિયમ એન્‍ટરપ્રાઈઝ પર ૨૭મીના સોમવારે સાંજે ૬ વાગ્‍યે વૈશ્વિક સ્‍તરે વેબિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ વેબીનારમાં ભારત સરકારમાં પશુપાલન અને ડેરી મંત્રી પરસોતમભાઈ રૂપાલા,  MSME  મંત્રી નારાયણ રાણે, GCCIના સ્‍થાપક ડો.વલ્લભભાઈ કથીરિયા, MSME મંત્રી ઓમપ્રકાશ શાખલેચા, MSME  આસિસ્‍ટન્‍ટ ડિરેકટર રામાવતાર સિંહ દ્વારા માર્ગદર્શન અપાશે. MSME  અધિકારીઓ સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે ગૌ ઉત્‍પાદકોને જણાવશે જે ગાય આધારિત ઉદ્યોગસાહિકોને, પંચગાવ્‍ય નિર્માતાઓ, સ્‍વાવલંબન તરફ અગ્રેસર ગૌ શાળાઓ- પાંજરાપોળો, પશુ પાલકોને સફળ થવા માટે મદદરૂપ થશે. ખાદી ગ્રામોદ્યોગ અને વિવિધ ચેમ્‍બર ઓફ કોમર્સના અધિકારીઓ આ નવા ઉદ્યોગને આકાર આપવા તેમની નીતિઓ રજૂ કરશે. ગૌ ઉદ્યોગ સાહિસતા પરનાં વેબીનાર માટે લિન્‍કઃ- bit.ly/GTU_CowEntrepreneurship વિશેષ માહિતી મેળવવા માટે પુરીષ કુમાર (મો. ૮૮૫૩૫૮૪૭૧૫) , અમિતાભ ભટનાગર (મો. ૮૦૭૪૨૩૮૦૧૭), મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯)

(4:06 pm IST)