Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રિલાયન્‍સ સ્‍માર્ટ સુપરસ્‍ટોરનો વેરાવળમાં પ્રારંભ : અનેક વસ્‍તુઓમાં ઓફર

રાજકોટ : રિલાયન્‍સ રિટેલના સ્‍માર્ટ સુપરસ્‍ટોર મોટા ફોર્મેટ સુપર માર્કેટે તેનો પ્રથમ સ્‍ટોર વેરાવળમાં શરૂ કરી રહ્યાં છે. જેની પાછળનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ગ્રાહકોને વન-સ્‍ટોપ શોપિંગ પૂરા પાડવાનો છે. જેના દ્વારા ગ્રાહકોનો કિંમત સમયમાં બચત ઉપરાંત ખરીદીમાં પણ આકર્ષક ઓફરનો લાભ મેળવી શકશે. આ સ્‍ટોર્સ જૂનાગઢ રોડ ખાતે, ટીવીએસ શોરૂમની સામે, હેરિટેજ હોટલ પાસે અને સાંઈબાબા મંદિર પાસે શરૂ કર્યો છે. સ્‍ટોર કરિયાણા, ફળો અને શાકભાજી, ડેરીથી લઈને કિચનવેર, હોમવેર, એપેરલ, કન્‍ઝ્‍યુમર ઈલેક્‍ટ્રોનિક્‍સ વગેરે સુધીના ઉત્‍પાદનોની વિશાળ શ્રેણી એક જ જગ્‍યા પર ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

સ્‍માર્ટ સુપરસ્‍ટોર તેના મજબૂત મૂલ્‍ય દરખાસ્‍ત સાથે એમઆરપીથી ઓછામાં ઓછા પાંચ ટકા ડિસ્‍કાઉન્‍ટ સાથે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્‍પાદનોની સમગ્ર શ્રેણી પર અને અન્‍ય આકર્ષક ઓફરો જેમ કે રૂ.૧૪૯૯ની કુલ ખરીદી પર એક કિલોગ્રામ ખાંડ માત્ર રૂ.૯માં રજૂ કરવામાં આવી રહી છે.  માસિક કરિયાણાની ખરીદી માટે સમગ્ર ભારતમાં પસંદગીનું આ સુપરમાર્કેટ છે. વધુમાં, તે સ્‍ટેપલ્‍સ અને ફળો/શાકભાજીઓ પર દરરોજ સૌથી ઓછી કિંમતો તેમજ અનેક વસ્‍તુઓમાં ઓફર રાખવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

(12:38 pm IST)