Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન દ્વારા બાળકો માટે અવેરનેસ કેમ્‍પ

રાજકોટ : જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન દ્વારા એન્‍જીનીયરીંગ એસોસિએશનના સહયોગથી ડાયાબીટીક બાળકો માટે જાગૃતિથી સશક્‍તિકરણ કેમ્‍પ યોજાયો હતો. આ કાર્યક્રમ ડો. પ્રદિપ ડવ (મેયર), અમિત અરોરા (મ્‍યુ. કમિશ્નર) , મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્‍ડર્સ), દિપકભાઈ કોઠારી (બિલ્‍ડર) ડો. રાધેશ્‍યામ ત્રિવેદી (મેડીકલ સુપ્રિટેન્‍ડેન્‍ટ, સિવિલ હોસ્‍પીટલ), ડો. સંજયભાઈ ભટ્ટ (પ્રમુખ, આઈએમએ),  પરેશભાઈ વાસાણી  (પ્રમુખ એન્‍જી. એસો.), શાંતુભાઈ રૂપારેલીયા, મહેશભાઈ ત્રિવેદી, નરેન્‍દ્રભાઈ પાંચાણી, શૈલેષભાઈ માઉ(બિલ્‍ડર), તુષાર પટેલ, યશભાઈ રાઠોડ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. ડો. નિલેશ દેત્રોજા  (એન્‍ડો ક્રાઈનોલોજીસ્‍ટ) દ્વારા ડાયાબીટીસ બાળકો તથા પરિવારને ડાયાબિટીસમાં ખોરાક તથા ઈન્‍સ્‍યુલીન મેનેજમેન્‍ટ ઉપર  સમજાવવામાં આવ્‍યું હતુ. ડો. પંકજ પટેલ (એન્‍ડો ક્રાઈનોલોજીસ્‍ટ) દ્વારા ઈન્‍સ્‍યુલીનને ટેકનીક ઈન્‍સ્‍યુલીન કયા, કેવી રીતે, કઈ કઈ જગ્‍યાએ ઈન્‍સ્‍યુલીન લેવું તથા જગ્‍યા રોટેશન કરવી તેની વિસ્‍તૃત માહિતી આપેલ. ડો. વિભાકર વચ્‍છરાજાની (ડાયાબીટીક ફુટકેર સર્જન) દ્વારા ડાયાબીટસ વાળા બાળકોને પગની સંભાળ કેવી રીતે રાખવી તથા સમયે સમયે બાળકોના પગ ચેક અપ કરાવવા અંગે માહિતી આપી હતી. ડો. સંજય પંડયા (કીડની નિષ્‍ણાંત) દ્વારા દરેક બાળકે તથા તેના પરિવારે કેવી રીતે કીડનીની સંભાળ લેવી, કિડનીને ડાયાબીટીસની સાઈડ ઈફેકટ ન થાય તેના માટે કયા કયા રીપોર્ટસ કરવવા તથા કિડની વિશે વિસ્‍તૃત માહિતગાર કરેલ. ડો. ઝલક શાહ ઉપાધ્‍યાય (પિડીયાટ્રીક એન્‍ડો ક્રાઈનોલોજીસ્‍ટ) દ્વારા દરેક બાળકોને સુગર મોનીટરીંગ તથા એચબી૧સી ના રીપોર્ટ કેવી રીતે કેટલા સમયે કરાવવા તેના ઉપર માર્ગદર્શન આપેલ. ડો. ભાગ્‍યેશ્રી સાંકળીયા (આઈ સર્જન) દ્વારા બાળકોના અનકંટ્રોલ ડાયાબીટીસમાં આંખમાં શું શું અસર થાય છે, તથા કેટલા સમયે આંખનું ચેકઅપ કરાવવું તેના માટે વિસ્‍તૃત જાણકારી આપેલ. ડો. ચેતન દવે (પિડીયાટ્રીક એન્‍ડો ક્રાઈનોલોજીસ્‍ટ)  દ્વારા ડાયાબીટીક બાળકો તથા તેના પરિવારને (સિક ડે મેનેજમેન્‍ટ) વિશે વિસ્‍તૃત જાણકારી આપેલ. આ કાર્યક્રમમાં  આવેલા રાજકોટ તથા  સૌરાષ્ટ્રના ડાયાબિટીસ  પીડિત દરેક  બાળકોને અંદાજે  રૂ. ૧૦૦૦   ડાયાબિટીસમાં ઉપયોગી દવા અને સાધન સામગ્રી  જુવેનાઇલ ડાયાબિટીસ  ફોઉન્‍ડેશન  દ્વારા  આપવામાં આવેલ તથા દરેક બાળકો અને  પરિવારના સભ્‍ય માટે નાસ્‍તાની   વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી. જેડીએફ વતી અપુલ દોશી, અનિશ શાહ, રોહિત કાનાબાર, અમીત દોશી, હરિકૃષ્‍ણ પંડયા, મિતેષ ગણાત્રા, અજય લાખાણી દ્વારા તમામ મહેમાન, અતિથિ વિશેષ અને ડોકટરોનો આભાર વ્‍યકત કરાયો હતો.

(4:45 pm IST)