Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ૯૦ હજારનો દારૂ અને ૩ વાહનો કબ્જે

કટીંગ વખતે જ ઍલસીબી ઝોન-૧ ટીમનો દરોડો : પીઍસઆઇ વી. કે. ઝાલા અને ટીમે કુલ ૧.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૨૫ઃ ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટ યાર્ડ તરફ જતાં રસ્તે પ્રશાંત ટાયર્સ નજીકથી ઍલસીબી ઝોન-૧ની ટીમે રૂ. ૯૦૮૦૦નો ૨૨૭ બોટલ દારૂ ઝડપી લઇ ત્રણ વાહનો બે રિક્ષા જીજે૦૩ઍયુ-૨૮૧૮, જીજે૦૩ઍઍક્સ-૪૦૪૧ અને ઍક્ટીવા જીજે૦૩કેઍફ-૮૨૮૧ કબ્જે કર્યા છે. દારૂના કટીંગ વખતે જ હેડકોન્સ. સામતભાઇ ગઢવી, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દારૂનો જથ્થો અને વાહનો મુકી ભાગી ગયા હતાં.
પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીઍસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, સામતભાઇ, કોન્સ. જીતુભા ઝાલા, દિવ્યરાજસિંહ, સત્યજીતસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(4:23 pm IST)