Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં સીતા-રામના વિવાહ સંપન્‍નઃ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની હાજરી

રામભકતો રૂપે જનસૈલાબ ઉમટયો : - રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, મેયર પ્રદિપભાઇ ડવ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા,દક્ષાબેન વસાણી, નયનાબેન પાંધી અગ્રણીઓ દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ, પ્રસિધ્‍ધ કલાકાર સાંઇરામ દવે વિગેરેની ઉપસ્‍થિતિ : રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં જવલંત છાયા, વિરલ રાચ્‍છ અને સાંઇરામ દવેએ જમાવટ કરી દીધી : હજ્‍જારો રામભકતોએ-શ્રોતાઓએ શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લઇને સોનામાં સુગંધ ભેળવી દીધી : શ્રી રામકથાના સતત ચોથા દિવસે પણ ડોમ અને પ્રસાદઘર ‘હાઉસફુલ' : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ સતત દોડી રહી છે

ગુજરાત રાજયના યુવા અને કાર્યદક્ષ ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પવિત્ર શ્રી રામકથાનું શ્રવણ કરીને મુખ્‍ય વકતા પૂજય ગુરૂજી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશીર્વાદ મેળવ્‍યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સાથે જોડાયા હતા. રાજકોટના ધારાસભ્‍ય અને રાજયમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, રાજકોટના મેયરશ્રી પ્રદિપભાઇ ડવ, મ્‍યુનિસીપલ ફાયનાન્‍સ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, ભાજપ અગ્રણીઓ વિક્રમભાઇ પૂજારા અને દિનેશભાઇ કારીયા, વિગેરેએ વ્‍યાસપીઠ ઉપરથી પૂજય ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશીર્વાદ મેળવ્‍યા હતાં. ધામધૂમપૂર્વક યોજાયેલ સીતા-રામ વિવાહમાં શ્રી રામકથાના મુખ્‍ય યજમાન પરિવારજનો શ્રી સતિષભાઇ જયંતિભાઇ કુંડલીયા, અને રીટાબેન સતીષભાઇ કુંડલીયા નજરે પડે છે. મહાજન મંત્રી રીટાબેન કોટક અને ભૂપેન્‍દ્રભાઇ કોટક પણ સાથે જોડાયા હતા. સીતા-રામ વિવાહના ઉત્‍સવને મનભરીને માણતા અને ખૂબ જ શિસ્‍તબધ્‍ધ રીતે પંગતમાં પ્રસાદ લઇ રહેલા હજજારો ભાવિકો નજરે પડે છે. રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના આગમન સમયે શ્રી રામનગરી ખાતે રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, મનિષભાઇ ખખ્‍ખર, હિરેનભાઇ ખખ્‍ખરે ગૃહમંત્રીશ્રીનું ભાવભર્યુ સ્‍વાગત કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 રાજકોટ તા.રપ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજીત ઐતિહાસિક-ભવ્‍ય-દિવ્‍ય શ્રી રામકથાના ચોથા દિવસે ખૂબજ ધામધૂમપૂર્વક સીતામાતા અને શ્રી રામભગવાનના વિવાહ સંપન્ન થયા હતા. વિવિધ રજવાડી વેશભૂષામાં સજ્જ માંડવીયાઓ અને જાનૈયાઓએ ભારે આકર્ષણ જગાવ્‍યું હતું.

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથામાં શ્રી રામભકતોરૂપે સતત ચોથા દિવસે પણ રીતસર જનસૈલાબ ઉમટયો હતો.સૌ કોઇએ શાંતચિતે મુખ્‍ય વકતા પૂજ્‍ય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણીનો કથા વિરામ સુધી લ્‍હાવો લીધો હતો.

શ્રી રામકથાનું શ્રવણ કરવા માટે ગુજરાત રાજયના યુવા અને કાર્યદક્ષ ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી ગઇકાલે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ શ્રી રામકથાના શ્રવણ બાદ પૂજ્‍ય ગુરૂજીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના પણ આશીર્વાદ લીધા હતા. રાજકોટ લોહાણા મહાજનના સામાજીક, સેવાકીય અને અસામાન્‍ય કાર્યની ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સરાહના કરી હતી.

ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી ઉપરાંત રાજકોટના ધારાસભ્‍ય અને રાજયમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્‍યશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, મેયર શ્રી પ્રદિપભાઇ ડવ, મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ  ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા, દક્ષાબેન વસાણી, નયનાબેન પાંધી, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ પ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર શ્રી સાંઇરામ દવે, ભાજપ અગ્રણી વિક્રમભાઇ પૂજારા, યતિશ્રી બ્રહ્મદેવ મહારાજ (જય ગીરનારી માનવ સેવા-ગૌ સેવા આશ્રમ ટ્રસ્‍ટ), રાજકોટ સંકિર્તન મંદિરના સંતશ્રી વિગેરે મહાનુભાવોએ પવિત્ર અને અલૌકિક શ્રી રામકથાનું શ્રવણ કરીને પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.

કથા વિરામ-પ્રસાદ બાદ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિધ્‍ધ કટાર લેખક અને વકતાશ્રી જવલંતભાઇ છાંયાએ પોતાની આગવી શૈલીમાં રઘુકુળ અને શ્રી રામકથાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. ત્‍યારબાદ વિખ્‍યાત શો ડીઝાઇનર અને થીયેટર પર્સનાલિટીથી વિરલ રાચ્‍છ પણ હજ્‍જારો શ્રોતાઓમાં પોતાની વાણી દ્વારા ભારે આકર્ષણ જગાવ્‍યું હતું. શિક્ષણવિદ્દ, સાહિત્‍યકાર અને વિશ્વ વિખ્‍યાત શ્રી સાંઇરામ દવેએ સમગ્ર ડોમ તથા પ્રસાદ ઘરના કાઉન્‍ટર સુધી બેઠેલા હજ્‍જારો શ્રોતાઓમાં રીતસર હાસ્‍યનું વાવાઝોડુ સર્જી દીધુ હતું.

કથાવિરામ બાદ હજ્‍જારો રામભકતો શ્રોતાઓએ શિસ્‍તબધ્‍ધ રીતે પંગતમાં બેસીને પ્રસાદ લઇને સોનામાં સુગંધ ભેળવી દીધી હતી. ચિક્કાર મેદની હોવા છતાં પણ કયાંય અવ્‍યવસ્‍થા નજરે પડતી ન હતી. શ્રી રામકથાના સ્‍વયંસેવકો પણ કાબિલેદાદ વ્‍યવસ્‍થા જાળવી રહ્યા છે. શ્રી રામકથાના સતત ચોથા દિવસે પણ કથાનો ડોમ અને ‘શ્રી રામરોટી' મહાપ્રસાદ ઘર હાઉસફુલ થઇ ગયું હતું. શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજ્‍ય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી શ્રોતાઓને સતત જકડી રાખે છે.

શ્રી રામકથામાં ચોથા દિવસે યોજાયેલ સીતા-રામ વિવાહમાં રામજી ભગવાનના માતા-પિતા તરીકે શ્રી રામકથાના મુખ્‍ય દાતા પરિવાર શ્રી સતીષભાઇ જયંતીભાઇ કુંડલીયા તથા રીટાબેન સતીષભાઇ કુંડલીયાબીરાજયા હતા તેમજ સીતાજીના માતા-પિતા તરીકે મહાજન મંત્રી રીટાબેન કોટક તથા ભુપેન્‍દ્રભાઇ કોટક બિરાજયા હતા સીતા સ્‍વયંવર દ્વારા કલાકારોએ નૃત્‍ય નાટિકા રજુ કરેલ જેનું સંકલન ડો. ભાવનાબેન શીંગાળાએ કર્યુ હતું.

ઐતિહાસિક, પવિત્ર,અલૌકિક શ્રી રામકથા સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના  પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા-પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર,  મનિષભાઇ ખખ્‍ખર,  તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા,  દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા - અગ્રણીઓ - જ્ઞાતિજનો હિતેનભાઇ પારેખ દક્ષિણી, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, ચંદુભાઇ રાયચુરા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણીયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રી રામકથા  સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:23 pm IST)