Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સૌ પ્રથમ વખત મનપા નોટીસ આપવાની તૈયારીમાંશૈક્ષણિક સંસ્‍થાઓના ગળામાં વ્‍યવસાય વેરાનો ગાળિયો

સૌ પ્રથમ વખત મનપા નોટીસ આપવાની તૈયારીમા :સીનેમા - હોટલ સહિતના ૪૨૧૦ એકમોને નોટીસ ફટકારાઇ : અમુક બિલ્‍ડીંગોમાં એકથી વધુ શાળા - કોલેજો ચાલતી હોય તેને પણ નોટીસ અપાશે : ૨૧૮૦૦ ઇન્‍ડસ્‍ટ્રીને પણ બાકી વેરા માટે નોટીસની કાર્યવાહી કરાશેં

રાજકોટ તા. ૨૫ : શહેરની શાળા - કોલેજોના વ્‍યવસાય વેરા અંગે મનપાના ગત જનરલ બોર્ડમાં પેટા પ્રશ્નમાં અધિકારીઓ ઉપર તડાપીટ બોલી હતી. જે સંદર્ભે તંત્ર દ્વારા બીલ્‍ડીંગોનાં પ્‍લાનના સર્વે શરૂ કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જનરલ બોર્ડમાં પેટા પ્રશ્નમાં શહેરની કેટલી શાળા - કોલેજો વ્‍યવસાય વેરો ભરે છે, કેટલો બાકી છે તે અંગે જવાબ માંગવામાં આવ્‍યો હતો. અધિકારીઓ દ્વારા ત્‍યારે ટૂંકમાં જવાબ આપવામાં આવ્‍યો હતો.

મનપાની ટેક્‍સ શાખા દ્વારા એજ્‍યુકેશનલ ઇન્‍સ્‍ટીટયુટોને નોટીસ આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ પ્રોફેશ્‍નલ ટેક્‍સમાં ૧૦૪૧ જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓ જોડાયેલી છે. જેમાં ૯૦૭ સેલ્‍ફ ફાયનાન્‍સ અને ૧૩૪ ગ્રાન્‍ટેડ શાળા - કોલેજોનો સમાવેશ થાય છે.

ઉપરાંત શહેરમાં આવેલ અનેક શૈક્ષણિક બિલ્‍ડીંગોમાં એકથી વધુ શાળાઓ પણ ચાલતી હોય તે તમામને પણ નોટીસ ફટકારાશે. સાથે જ જે સંસ્‍થાઓ વ્‍યવસાય વેરો ભરે છે તેમને કેવાયસી કરાવી લેવા પણ સૂચના આપવામાં આવશે.

સાથે જ તંત્ર દ્વારા શહેરના ૪૯૫ બિલ્‍ડીંગોના પ્‍લાન - મંજુરી અને ઇમ્‍પેકટ ફી સહિતના મુદ્દે સર્વે કરાશે અને જ્‍યાં નહીં હોય ત્‍યાં કાર્યવાહી પણ કરવામાં આવશે.

વ્‍યવસાય વેરાની આકારણીની તડાપીટ બાદ ટેકસ શાખા દ્વારા બેંક, મોલ, સીનેમા અને હોટલ સહિતના ૪૨૧૦ બિલ્‍ડીંગોને આ મહિનામાં નોટીસ આપી દેવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

ટેક્‍સ શાખા દ્વારા આગામી દિવસોમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારોમાં વ્‍યવસાય વેરાની આકારણી માટે ૨૧૮૦૦ જેટલા એકમોને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું પણ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

(4:15 pm IST)