Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કપાસીયા તેલમાં ફરી સટ્ટાકીય તેજીઃ બે દિ'માં પ૦ રૂા.નો ઉછાળો

ગઇકાલે ૪૦ રૂા વધ્‍યા બાદ આજે વધુ ૧૦ રૂા.નો ભાવ વધારો

રાજકોટ તા.રપ : ખાદ્યતેલમાં કપાસીયાતેલમાં ફરી સટ્ટાકીય તેજી શરૂ થઇ હોય તેમ આજે વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે પણ કપાસીયા તેલમાં ૧૦ રૂા.નો ઉછાળો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧પ૧પ રૂા.હતા. તે વધીને બપોરે ર વાગ્‍યે ૧પરપ રૂા. ભાવ બોલાયા હતા. જયારે કપાસીયાટીનના ભાવ ર૬૧૦ રૂા.થી ર૬૬૦ રૂા. હતા તે વધીને ર૬ર૦ થી ર૬૭૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ગઇકાલે કપાસીયા તેલમાં એકજ ઝાટકે ૪૦ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયા બાદ આજે વધુ ૧૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં પ૦ રૂા. વધી ગયા છે. કપાસના ભાવ ઘટી રહ્યા છે ત્‍યારે કપાસીયા તેલના ભાવોમાં અચાનક ઉછાળો થતા સટ્ટોડીયાઓ ફરી સક્રિય થયાની વેપારીઓ વર્તુળોમાં ચર્ચા થઇ રહી છ.ે

(4:14 pm IST)