Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વિપક્ષી નેતાએ કોરોનાકાળમાં વર્ચ્‍યુઅલ લોકદરબાર યોજી લોકસમસ્‍યા સાંભળી : ઓનલાઇન ફરીયાદ નિકાલનો પ્રારંભ કરાયો

વિપક્ષી નેતા તરીકે ભાનુબેન સોરાણીનું એક વર્ષ : કામગીરીના લેખાજોખા : મંદિરોની સફાઇ, આરોગ્‍ય, આજી નદીમાં ગાંડીવેલનો નિકાલ માઁ કાર્ડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી : વર્ષો જુના પ્રશ્નો હલ કરવામાં સફળ પ્રયત્‍નો

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ આજ તા.૨૫ મેના રોજ રાજકોટ મહાનગરપાલિકાના બારમાં વિરોધપક્ષના નેતા તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરેલ છે અને શહેરના નગરજનોની સમસ્‍યાઓ, લોકપ્રશ્નો અંગે સ્‍થાનિક, જીલ્લા તેમજ રાજયકક્ષાએ  એમ વિવિધ સ્‍તરે રજુઆતો કરી, લોકોને સમસ્‍યામાંથી મુક્‍તિ અપાવવા અનેકવખત પ્રયત્‍નો કર્યા છે તેમજ તેઓની મોટાભાગની રજુઆતોને સફળતા મળેલ છે.

વિપક્ષી નેતા તરીકેના એક વર્ષમાં કરેલ કામગીરીન વિગતો આપતા ભાનુબેનએ જણાવ્‍યું હતું કે, આજી નદીના કાંઠે વસતા લોકોને ૨૬૦(૧) મુજબની આપવામાં આવેલ નોટીસમાં જણાવ્‍યું છે કે સાત દિવસમાં મકાન તોડી નાખવાની નોટીસો આપેલ છે જે પરત્‍વે નાના-ગરીબ પરિવારોને ન્‍યાય આપવા અંગેની રજૂઆત,  મકાન વેરા વિવાદી આકારણીનું નિવારણ લાવવા અંગેની રજૂઆત, ડ્રેનેજ મેનહોલ ચોકઅપ થઇ ડ્રેનેજનું ગંદુ પાણી ઘરમાં આવે છે અને અવારનવાર ફરિયાદો કરવામાં આવેલ છે જેની કોઈજ ગંભીરતા દાખવવામાં આવેલ નથી જે અંગેની રજૂઆત ગંદકી સાફ કરવા અંગેની રજૂઆત,    વીજપોલમાં કોવીડની ત્રીજી લહેરના સંદર્ભે નાના બાળકો માટે હોસ્‍પિટલ અને સારવાર બાબતની રજૂઆત, રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં મુખ્‍યમંત્રી અમૃતમ કાર્ડની કામગીરી બંધ છે તે સત્‍વરે ચાલુ કરવા અને દર્દીનારાયણને સત્‍વરે લાભ મળી રહે તે પ્રકારની સત્‍વરે કામગીરી કરાવવા અને કોરોના દર્દીઓની ટ્રીટમેન્‍ટમાં આ યોજનાનું કાર્ડ ઉપયોગમાં લેવાની જાહેરાતનું પાલન ન થવા બાબતની મુખ્‍યમંત્રીશ્રીને કરવામાં આવેલ.

વધુમાં શ્રી ભાનુબેનએ જણાવ્‍યું હતું કે, રામનાથ મહાદેવ મંદિરના પાર્કિંગનો બેઇઝ (પાયો) રીપેરીંગ કરવા બાબતની રજૂઆત. આજી નદીમાંથી ગાંડીવેલ(જળકુંભી) કાઢવા અંગેની રજૂઆત, આર.ટી.ઈ. અન્‍વયે એકમાત્ર પુત્રી હોવા અંગેના પ્રમાણપત્ર ની કામગીરી શરુ કરવા અંગેની રજૂઆત, આનંદનગર કોલોની ખોડીયાર ચોક વિસ્‍તારમાં વરસાદી પાણીના નિકાલ અંગેની રજૂઆત, પીવાના પાણીમાં નળ વાટે ગટરનું પાણી મિક્‍સ આવતું હોયતે નિવારવા અંગે, કોવીડ-૧૯ વેક્‍સીનેશન કેન્‍દ્રમાં વેક્‍સીનનો સ્‍ટોક સત્‍વરે પૂરો પાડવા વ્‍યવસ્‍થા કરવા અને વેક્‍સીનનો રોજબરોજનો સ્‍ટોક રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર દર્શાવવા અંગેની રજૂઆત કરી તેઓ સફળ રહ્યા હતા.  વિધાનસભા ૬૮ના વિસ્‍તારમાં આવેલા ટી.પી.સ્‍કીમના રસ્‍તાઓ તત્‍કાલ ખુલ્લા કરાવી માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબતની રજૂઆત, કસ્‍તુરી રેસીડેન્‍સી સોસાયટીમાં પાણી ચોરી બંધ કરાવવા અંગેની રજૂઆત, પવિત્ર શ્રાવણ માસ દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ તમામ વિસ્‍તારોમાં શિવાલયો-દેવસ્‍થાનો-મંદિરોમાં સાફ-સફાઈ, ડ્રેનેજ અને મેલેથિયોનનો છંટકાવ તેમજ કોવિડ-૧૯ની પરિસ્‍થિતિના તકેદારી સહિતના પગલા લેવા અને સઘન કામગીરી કરવા અંગેની રજૂઆત કરી હતી.

નાના વેપારીઓ, ધંધાર્થીઓ અને વ્‍યવસાયિકોને એક વર્ષનો  મિલકત વેરા માફ કરવા અંગે અને ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના કોરોના કાળમાં એડવાન્‍સ વેરો ભરનાર નિયમિત કરદાતાઓને વેરામાં ડિસ્‍કાઉન્‍ટ આપવા અંગેની બજેટ લક્ષી રજૂઆત, રાજય સરકારે જાહેર કરેલ સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્‍ટ સત્‍વરે ફાળવવા બાબતની મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત, લોકોના આરોગ્‍ય સાથે ખિલવાડ કરનાર સીનીયર ફાર્માસિસ્‍ટ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને દંડનાત્‍મક કાર્યવાહી કરવા બાબતની તબીબી અધિક્ષકશ્રી, આરોગ્‍ય સચિવશ્રીને રજૂઆત, આધારકાર્ડ બાબતે લોકોને પડતી હાલાકી દુર કરવા અંગેની રજૂઆત, મહાનગરપાલિકાના આરોગ્‍ય કેન્‍દ્રોમાં દાંત અને આંખના ઈલાજ માટે ડોકટરોની ઉપલબ્‍ધી કરાવવા અંગેની રજૂઆત, વોર્ડ નં.૧૨માં નવું હોકર્સ ઝોન બનાવવા અને સ્‍ટ્રીટ વેન્‍ડરોને ન્‍યાય આપવા અંગેની રજૂઆત, તેમજ ગુજરાતના સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રીને રાજકોટ શહેરની વિવિધ સમસ્‍યાઓ અંગે રૂબરૂ રજૂઆત કરેલ તેમજ શહેરના નાગરીકોને મળતી સુવિધામાં વધારો થાય તેવા પ્રકારની રજુઆતો શ્રીમતી ભાનુબેન સોરાણી દ્વારા કરવામાં આવેલ છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્‍યું હતું.

(4:11 pm IST)