Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વિશ્‍વાસઘાત-છેતરપીંડીના કેસમાં પકડાયેલઆરોપીનો નિર્દોષ-છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. રપઃ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી આર. એસ. રાજપૂત એ આરોપી રાજેશભાઇ શશિકાંતભાઇ દવે ને વિશ્‍વાસઘાત છેતરપીંડીનો કેસ ચાલી જતા નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકિકત એવી છે કે રાજકોટના રહેવાસી અને જમીન મકાનની દલાલીનું કામકાજ કરતા રાજેશભાઇ શશિકાંતભાઇ દવે વિરૂદ્ધ તેમના કાકી અનસૂયાબેન પ્રફુલભાઇ દવે એ વર્ષ ર૦૧૧ માં રાજકોટના માલવિયાનગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪ર૦ મુજબની વિશ્‍વાસઘાત અને છેતરપિંડી આચર્યા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી જે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ.

ફરિયાદણ મહિલાએ પોતાની ફરિયાદમાં કરેલ આક્ષેપો મુજબ ફરિયાદણ મહિલાના ગુજરનાર પતિ પ્રફુલભાઇ દવે એ કચ્‍છ ભુજ ખાતે શરીફ ડેવલોપર્સના નામથી ચલાવવામાં આવતી માસિક હપ્‍તેથી પ્‍લોટની સ્‍કીમમાં રાજકોટના એજન્‍ટ શ્રી રાજેશભાઇ શશિકાંતભાઇ દવે મારફત આ પ્‍લોટની સ્‍કીમમાં ૩ પ્‍લોટો નોંધાવેલ હતા અને દર માસે આ સ્‍કીમમાં પ્‍લોટો પેટે માસિક રૂા. રપપ૦ નો હપ્‍તો ભરવામાં આવતો હતો અને આ પેટે ફરિયાદણના ગુજરનાર પતિએ એજન્‍ટ રાજેશભાઇ દવે ને પ્‍લોટોની તમામ રકમ પેટે રૂ. ૧ર૦૪૦૦/- ચૂકવી દીધેલ હોવા છતાં પ્‍લોટોના દસ્‍તાવેજ કરી આપવામાં આવતા ન હતા કે તેમણે ભરેલ રકમ પરત આપવામાં આવતી ન હતી જેથી ના છૂટકે ફરિયાદણ મહિલાએ રાજકોટના માલવિયા નગર પોલીસ સ્‍ટેશનમાં આ સ્‍કીમના એજન્‍ટ રાજેશભાઇ દવે વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪ર૦ મુજબની ફરિયાદ નોંધાવેલ હતી.

ટ્રાયલ દરમ્‍યાન કોર્ટ સમક્ષ આવેલ તથ્‍યો અને બચાવ પક્ષના વકીલ શ્રીની દલીલો અને રજૂ રાખેલ વડી અદાલતોના ચુકાદોને ધ્‍યાને લઇ ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી પંડિત એશોસીએટ્‍સના એડવોકેટ કલ્‍પેશ એન. મોરી, એડવોકેટ આર. આર. બસિયા, એડવોકેટ બીનીતા જે. પટેલ, એડવોકેટ વૈશાલી વિઠલાણી, એડવોકેટ મિથિલેશ પરમાર રોકાયેલ હતા તથા કાનુની સલાહકાર તરીકે શ્રી સંજય પંડિત એ સેવા આપેલ હતી.

(5:02 pm IST)