Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગૌહત્‍યા બંધ કરો-ગાયને ‘‘રાષ્‍ટ્ર માતા'' જાહેર કરોઃ રાજકોટની ૧૬ જેટલી સંસ્‍થાઓ-કાર્યકરોએ ભિક્ષુક બની કલેકટરને આવેદન પાઠવ્‍યું

આજથી રાજકોટના નીલેશ આહીર ધરણા પર બેઠા : સાધુ-ભિક્ષુકોએ ચીપીયા ખખડાવ્‍યાઃ દિલ્‍હીમાં ધરણા પર બેઠેલા અર્જુન આંબલીયાને પ૦૦ દિવસ પૂરા

ગૌહત્‍યા બંધ કરો-ગાયને રાષ્‍ટ્ર માતા જાહેર કરોની માંગણી સાથે ૧પ થી ૧૬ સંસ્‍થાઓ દ્વારા ભિક્ષુક-સાધુ બની કલેકટરને આવેદન પાઠવાયું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રપઃ શહેરના ૧પ થી ૧૬ જેટલા ગૌરક્ષક-ગૌ પ્રેમી મંડળોએ કલેકટર કચેરી ભિક્ષુક-સાધુ-ચીપીયા અને સૂત્રોચ્‍ચાર સાથે કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.

આવેદનમાં જણાવેલ કે, ગાય માતા સનાતન હિન્‍દુ ધર્મનું આસ્‍થાનું પ્રતિક છે. ગાય આપણી દેશની સંસ્‍કૃતિનો મહત્‍વપૂર્ણ હિસ્‍સો છે અને તેમની રક્ષા કરવી આપણી ફરજ છે. આજે આપણા દેશમાં ગાયની ખૂબ જ ખરાબ પરિસ્‍થિતિ છે ત્‍યારે આપણી પહેલી ફરજ છે અને અધિકાર છે કે અમે તેમના માટે શાંતિપૂર્ણ અવાજ ઉઠાવી તારીખ ૧૧ જાન્‍યુઆરી ર૦ર૧ થી અમારા ભાઇ દ્વારકા ગુજરાતથી અર્જુનભાઇ દેવસીભાઇ આંબલિયા ગાયને રાષ્‍ટ્રીય સન્‍માન આપવા માટે દિલ્‍હી (જંતર મંતર) પર શાંતિપૂર્વક અને અનિヘતિ પણે ધરણા કરી રહ્યા છે. જેમને આજે પ૦૦ દિવસ પૂર્ણ થયા છે.

અમો સર્વે તેમના સમર્થનમાં રાજકોટથી કાનાભાઇ કુબાવત એક ભિક્ષુકના સ્‍વરૂપે અને અમે બધા ગૌ પ્રેમી લોકો આજથી કાનાભાઇ કુબાવતની સાથે રહીને ભીક્ષા માંગીએ છીએ કે જે અમારી માંગણી છે એ માગણી સ્‍વીકારે એવી આશા છે. અને આજે અમારા ભાઇ નીલેશભાઇ આહીર પણ રાજકોટથી અનિヘતિ ધરણા ઉપર બેસવાના છે. તો સરકારને નમ્ર અપીલ છે ગૌ રક્ષક ગૌ સેવક અને ગૌ પ્રેમી લોકોને સાંભળી ને ગાય માતાને ન્‍યાય આપવો.

સરકારે, મુખ્‍ય ૩ વચનોમાંથી ર વચનો પૂર્ણ કરી દીધું ‘‘અયોધ્‍યામાં રામ'' અને બીજું ‘‘કાશ્‍મીર ભારત''નું બસ હવે એક વચન બાકી છે. ‘‘ગાય માતાને રાષ્‍ટ્રમાતા'' બનાવો અને અમારૂં ર૦૧૪ માં આપેલ વચનોની યાદી પૂર્ણ કરો.

આવેદન દેવામાં બાલાજી મિત્ર મંડળ (રાજકોટ) બગેશ્‍વર ચેરીટેબલ ટ્રસ્‍ટ (રાજકોટ) ગૌ રક્ષા દળ-ગુજરાત, કનૈયા ગ્રુપ બેડિપરા, આહિર એકતા મંચ-ગુજરાત, ગૌ સેવા મંડળ, ધર્મ રક્ષા રાષ્‍ટ્ર એકતા સમીતી, હિન્‍દુ સ્‍વરાજ ગ્રુપ, જયશ્રી રામ સેના સંગઠન, બડા બજરંગ મિત્ર મંડળ (રામનાથપરા), આહિર ડાયરો બ્‍લડ હેલ્‍થ જામનગર, ભગવા સ્‍વયં સેવક સંઘ, અખીલ વિશ્‍વ ગૌસંવર્ધન પરીસદ દિલ્‍હી, બાબા ગ્રુપ રૈયા ગામ, એકતા એજ લક્ષ્ય સંગઠનનો સમાવેશ થાય છે.

(3:18 pm IST)