Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આર.બી.એલ. બેંકમાં બોગસ એકાઉન્‍ટ ખુલતા પો. કમિ.ને ફરીયાદ અરજી

રાજકોટ તા.રપ : બેંકમાં બોગસ બેંક એકાઉન્‍ટ ખુલતા પોલીસ કમિશ્નરશ્રીને લેખીત ફરીયાદ અરજી કરવામાં આવેલ છે.

રાજકોટના રહિશ આદર્શ રમેશભાઇ તન્‍ના,  રહે. કોઠારીયા મેઇન રોડ, રાજકોટવાળા રીટેલ વાસણ વેચવાનો ધંધો કરે છે. તાજેતરમાં તા.૩૦-૪-ર૦રરના રોજ સાયબર ક્રાઇમ પોલીસ, સ્‍ટેશન, સીલીગુરી, વેસ્‍ટ બેંગાલ તરફથી ક્રિ. પ્રો. કોડ-૪૧ (એ) અન્‍વયેની નોટીસ મળતા ફરીયાદીએ પોતાના માંગ્‍યા મુજબની વિગતો દર્શાવી, અધિકૃત પોલીસ ઓફિસરને જવાબ મોકલેલ. ત્‍યારબાદ સદરહુ પોલીસ સ્‍ટેશનમાંથી જણાવવામાં આવેલ કે ફરીયાદીના નામનુ બોગસ એકાઉન્‍ટ આરબીએલ બેંકમાં ખુલેલ છે. જે અન્‍વયે આરબીએલ બેંકમાં તપાસ કરતા જાણવામાં મળેલ કે બોગસ એકાઉન્‍ટ ઓનલાઇન ખોલવામાં આવેલ છે અને તે બોગસ એકાઉન્‍ટમાં મોબાઇલ નંબર તેમજ અન્‍ય કોન્‍ટેક ડીટેઇલ ત્રાહિત વ્‍યકિતની છે તે બાબતે પોલીસ કમિશ્નરશ્રીને જાણ કરી ગુનેગારો સામે કડક પગલા હાથ ધરવા લેખીત ફરીયાદ અરજી આપવામાં આવેલ છે.

ઉપરોકત અરજી કરનાર આદર્શ રમેશભાઇ તન્‍નાના એડવોકેટ દરજજે કાનુની કાર્યવાહીમાં રાજદીપ એમ. દાસાણી એડવોકેટ રોકાયેલ છે. 

(3:01 pm IST)