Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોંગ્રેસને દયા ખાઈને ૪ સીટો આપી તેવા નિવેદનથી ભાજપે પ્રજાનું અપમાન કર્યુ

રાજકોટના સજ્જન લોકોએ ઈ-મેમો, દંડના ડામ ખાઈને પણ સત્તા આપી છે ત્યારે હવે સરકારે સત્તાનો મદ છોડવો જોઈએઃ વશરામભાઈ સાગઠિયાના આક્ષેપો

રાજકોટ, તા. ૨૫ :. ગઈકાલે રાજકોટમાં યોજાયેલ 'ભાજપમાં વિજય વિરાટ સંમેલનમાં કોંગ્રેસ પર દયા ખાઈને પ્રજાએ ૪ બેઠક આપી' તેવા નિવેદનથી શહેરની પ્રજાનું અપમાન થયુ છે. તેવી લાગણી પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના આગેવાન તથા વોર્ડ નં. ૧૫માંથી ચૂંટાયેલા વશરામભાઈ સાગઠિયાએ વ્યકત કરી છે.

આ અંગે શ્રી સાગઠિયાએ એક નિવેદનમાં આક્ષેપો સાથે જણાવ્યુ છે કે પ્રજાએ ઈ-મેમો, માસ્કના દંડનો ડામ સહન કરીને પણ ભાજપને જંગી વિજય અપાવ્યો છે ત્યારે પ્રજાને વફાદાર રહેવાને બદલે ભાજપના સંમેલનોમાં વિરોધ પક્ષ માટે અપમાનજનક નિવેદનો કરવા તે પ્રજાના અપમાન સમાન છે. આથી હવે ભાજપ સરકારે સત્તાનો મદ છોડીને પ્રજાએ આપેલા પ્રત્યેક મતના બદલામાં પ્રજાને નવી સુવિધા તથા વિકાસ કામોની ભેટ આપવી જોઈએ.

(3:55 pm IST)