Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વોર્ડ નં. ૬માં પુનઃ મતગણતરી કરાવવા કોંગ્રેસની માંગ

છેલ્લા બે કલાકમાં થયેલ મતદાનના આંકડાઓ શંકાસ્પદઃ મોહન સોજીત્રાનો આક્ષેપ

રાજકોટ, તા. ૨૫ :. પૂર્વ ડે. મેયર અને કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોજીત્રાએ વોર્ડ નં. ૬માં છેલ્લી બે કલાકમાં થયેલ મતદાનના આંકડા શંકાસ્પદ હોવાથી આ વોર્ડના બુથ નં. ૧ થી ૪૬માં ફરીથી મતગણતરી કરાવવા માંગ ઉઠાવી છે.

આ અંગે મોહનભાઈની યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ મહાનગરપાલિકાના ૧ થી ૧૮ વોર્ડમાં આવેલ દરેક મતદાન કેન્દ્ર બુથમાં અંદાજે ૧૦૦થી ૧૨૦૦ મતદારો નોંધાયેલ ? અને દરેક મતદાન બુથમાં દરેક ભાગમાં સાંજના ૫ થી ૬માં એક કલાકમાં ૨૦૦ મત પડેલ ? એક મતદારે મતદાન કરવામાં ૫ મીનીટ લાગે છે ત્યારે ૨૦૦ મતદારોએ છેલ્લી કલાકે મતદાન કરી શકે ? તેમા શું ૪ થી ૫ સેકન્ડમાં ૨૦૦ મત પડે ? તે સૌથી મોટો સવાલ છે.

ભાજપના ઉમેદવારને દરેક બુથ કેન્દ્રમાં ૧ થી ૧૮ વોર્ડના ઉમેદવારોને ૪૦૦થી ૪૫૦ મતો મળેલ ? જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોથી ૧૫૦ થી ૨૦૦ મત ઓછા મળેલ છે. ખરેખર નબળા સબળા ઉમેદવારમાં વધઘટ જોવા મળતી નથી. ટૂંકમાં દરેક વોર્ડના મતદાન કેન્દ્રોમાં છેલ્લે જે મતદાન ઈવીએમમાં પડેલ છે તે શંકાના દાયરામાં છે.

આથી મોહનભાઈ સોજીત્રાએ આ માટે જરૂરી પુરાવાઓ સાથે ફરીથી મત ગણતરી કરાવવા રજૂઆત કરી છે.

(3:20 pm IST)