Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ખાનગી હોસ્પીટલો પણ કોરોના રસી આપી શકે તેવી શકયતા : સાંજે 'વીસી'માં ફાઇનલ નિણર્ય

બપોરે ૩ વાગ્યાથી રાજય ચૂંટણી પંચની જીલ્લા-તાલુકા પંચાયત ચુંટણી અંગે R.O: સાથે વી.સી. : રાજયના મુખ્ય સચિવની રાજકોટ સહિત તમામ કલેકટરો સાથે મંત્રણાઃ ૧લી માર્ચથી ૬૦ ઉપરનાને રસી અંગે માર્ગદર્શન

રાજકોટ તા. રપ : કલેકટર કચેરીમાં આજે બપોર બાદ બે મહત્વની વિડીયો કોન્ફરન્સ યોજાઇ છે પહેલી વીસી બપોેરે ૩ વાગ્યાથી રાજય ચૂંટણી પંચની જીલ્લા તાલુકા પંચાયતની રવીવારે યોજાનાર ચૂંટણી અંગે તમામ આર.ઓ.એઆરઓ સાથે યોજાઇ છે. જેમાં તૈયારીઓ તથા અન્ય તમામ બાબતે સમીક્ષા કરાશે.

બીજી વીસી સાંજે પ વાગ્યે રાજયના મુખ્ય સચિવ અનીલ મુકીમે તમામ કલેકટરો સાથે યોજી છે. જેમાં ૧ લી માર્ચથી ૬૦ વર્ષથી ઉપરનાને કોરોનાની રસી આપવાના કાર્યક્રમ અંગે માર્ગદર્શન અપાશે, આ ઉપરાંત રાજકોટ શહેર-જીલ્લામાં ખાનગી હોસ્પીટલો પણ કોરાનાનારસી આપી શકે તેવી શકયતાએ કઇ હોસ્પીટલને મંજુરી રસીના ભાવો વિગેરે બાબતે કલેકટરો સાથે મંત્રણા કરી ફાઇનલ નિણર્ય લેવાશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:10 pm IST)