Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકાની કુલ ૨૦૨ બેઠકો : ગોંડલ નગરપાલિકામાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો

રાજકોટ જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત - ગોંડલ પાલિકાની રવિવારે ચૂંટણી કાલે સાંજે જાહેર પ્રચાર પડઘમ બંધ : જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોનું મતદાન

જડબેસલાક તૈયારીઓ : જિલ્લા પંચાયતમાં સફેદ તો તાલુકામાં ગુલાબી બેલેટ કોડ : કુલ ૧૨૬૧ મતદાન મથકો : ગોંડલ તાલુકામાં ૮૮૭૩૮ તો જિલ્લા તાલુકા પંચાયતમાં ૯ લાખ ૪૧ હજાર મતદારો : ૪૦૦થી વધુ સંવેદનશીલ બૂથ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ વોર્ડની ચૂંટણી - મતગણતરી શાંતિપૂર્ણ થઇ હવે આગામી રવિવારે તા. ૨૮ના રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ તો રાજકોટ જિલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ અને ગોંડલ નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકોની ચૂંટણીઓ જિલ્લા વહિવટી તંત્રે પોતાના આર.ઓ. મારફત ચૂંટણી - મતદાન કરાવવા છેલ્લી ઘડીની તૈયારીઓ આરંભી છે.

વિગતો મુજબ ગોંડલ પાલિકામાં કુલ ૮૮૭૩૮ મતદારો અને ૯૦ મતદાન મથકો છે, તો જિલ્લા - તાલુકા પંચાયતમાં કુલ ૧૧૪૧ મતદાન કુલ ૧૧૪૧ મતદાન મથકો અને ૯ લાખ ૪૧ હજારથી વધુ મતદારો છે. બંને ચૂંટણી થઇને ૪૦૦ જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.

ઉપરોકત ચૂંટણીમાં એક મતદારે એક જ મત નાંખવાનો છે. જિલ્લા - તાલુકા પંચાયત બંને ચૂંટણી સાથે હોય, ચૂંટણી પંચે સફેદ અને ગુલાબી બેલેટ કોડ જાહેર કર્યા છે.

દરમિયાન રવિવારે મતદાન હોય ૪૮ કલાક અગાઉ એટલે કે કાલે રાજકોટ જિલ્લામાં સાંજે ૫ વાગ્યાથી જાહેર પ્રચાર - પ્રસાર પડઘમ ઉપર પ્રતિબંધ લાગી જશે અને શનિવારે રીસીલીંગ - ડીસ્પેચીંગ સેન્ટર ઉપરથી ચૂંટણી સ્ટાફ રવાના થઇ જશે અને રવિવારે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન યોજાશે.

(12:44 pm IST)