Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

નાના મવા રોડ પર અજાણયા વાહનની ઠોકરે કૂતરાનું મોતઃ ગુનો નોંધાયો

રાજકોટઃ નાના મવા રોડ પર દ્વારકેશ એપાર્ટમેન્ટની સામે રોડ પર રખડતું લાલ રંગનું કુતરૂ (ઉમર આશરે ૧૦ વર્ષ) કોઇ વાહનની ઠોકરે ચડી જતાં પગ-મોઢામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. બનાવ અંગે ઘાંચીવાડમાં રહેતાં જીવદયા કાર્યકર મહમદહનીફ ઇસ્માઇલભાઇ ચીચોદરા (ઉ.૪૨)એ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ અજીતસિંહ એમ. જાડેજાએ અજાણ્યા વાહન ચાલક સામે આઇપીસી ૨૭૯, ૪૨૮ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:45 am IST)