Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

લક્ષ્મીવાડીની રિન્કલ સોનીને ગુંદાવાડીમાં પતિ-સાસરિયાનો ત્રાસઃ ઘરમાંથી કાઢી મુકી

રાજકોટઃ હાલ મીલપરા મેઇન રોડ લક્ષ્મીવાડી-૨૦માં રહેતી રિંકલબેન અલ્પેશ ફીચડીયા (સોની) (ઉ.૨૭)એ ગુંદાવાડી-૧૨ ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૦૨માં રહેતાં પતિ અલ્પેશ વસંતભાઇ ફીચડીયા, સાસુ સરોજબેન, નણંદ રાજશ્રીબેન કેતન માંડલીયા, જલ્પા સુનિલ રાણપરા અને હિરલબેન ગોપાલ રાણપરા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. રિંકલબેનના પહેલા લગ્ન તુટી ગયા હોઇ તે બાબતે વારંવાર સંભળાવી મેણાટોણા મારી ઘરકામ જેવી નાની-નાની વાતે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકાયાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે. એએસઆઇ એચ.એસ. દાફડાએ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)