Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

વિનોદનગર કવાર્ટર સામે જાહેરમાં જૂગાર રમતાં ૭ પકડાયાઃ ૧૫૫૦૦ની રોકડ કબ્જે

રાજકોટઃ ભકિતગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. ધાખડા, એેએસઆઇ ઇન્દુભા રાણા, ભાવેશભાઇ મકવાણા, દિપકભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ ગઢવી, રાણાભાઇ કુગશીયા, નિલેષભાઇ મકવાણા સહિતે વિનોદનગર આવાસ યોજના કવાર્ટર સામે જાહેરમાં જુગાર રમતાં અસલમ કરીમભાઇ લીંગડીયા, ઇસ્તાક સમીરખાન પઠાણ, જતીન હંસરાજભાઇ મકવાણા, સદામ રફિકભાઇ લોયા, અશોક રાયચંદભાઇ સોલંકી, મુસ્તાક સમીરખાન પઠાણ અને પ્રિતેશ ધીરૂભાઇ સોજીત્રા (રહે. બધા જંગલેશ્વર, વિનોદનગર કવાર્ટર અને વિજયનગર)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૫૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

(11:44 am IST)