Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મિલ્કત વેરાના ટાર્ગેટમાં ૬૮ કરોડનું છેટુઃ હોર્ડિંગ બોર્ડનો લક્ષ્યાંક ૧૦ વર્ષ બાદ પુર્ણ

કોર્પોરેશનની વેરા શાખાને મિલ્કત વેરામાં રૂ.૧૯૨ કરોડની આવકઃ રૂ.૨૬૦ કરોડનો ટાર્ગેટ પુર્ણ કરવા ટી-૨૦ જેમ કામ કરવુ પડેઃ હોર્ડિંગ બોર્ડની રૂ.૫ કરોડની આવક

રાજકોટ,તા. ૨૪: કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રો એવી ટેકસ શાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ પુર્ણ થવાન આરે છે ત્યારે મિલ્કત વેરાનાં  રૂ. ૧૯૨ કરોડની આવક થવા પામી છે.છેલ્લા દસ વર્ષ બાદ હોર્ડિંગ બોર્ડનો ટાર્ગટ રૂ.૫ કરોડનો પુર્ણ થયો છે.આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનની વેરા શાખાને આજની તારીખ સુધીમાં મિલ્કત વેરાની રૂ.૧૯૨ કરોડની આવક થવા પામી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો રૂ.૨૬૦ કરોડનો ટાર્ગેટ પુર્ણ કરવા ૩૫ દિવસમાં રૂ. ૬૮ કરોડ વસુલવા પડશે.

હોર્ડિંગ બોર્ડની આવક પુર્ણ

શહેરનાં વિવિધ વિસ્તારમાં જાહેરાત માટેનાં હોર્ડિંગ બોર્ડની વેરા આવક રૂ.૫ કરોડ થવા પામી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ નો મુખ્ય લક્ષાંક રૂ.૫ કરોડઆપવામાં આવ્યો હતો. જયારે રિવાઇઝડ બજેટમાં હોર્ડિંગ બોર્ડની આવકમાં રૂ.૬ કરોડ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, છેલ્લે વર્ષ ૨૦૦૮માં હોર્ડિં બોર્ડનો લક્ષ્યાંક પુર્ણ થયો હતો.(૨૮.૧)

(10:28 am IST)