Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

હોટલમાં ગ્રાહકોની ભીડ એકઠી કરનારા પાંચ સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ તા. રપ :.. કોરોના વાયરસના સંક્રમણને વધતા અટકાવવા માટે હોટલ - રેસ્ટોરન્ટમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા પાંચ હોટલ સંચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કોરોના મહામારીમાં કોરોનાના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની માર્ગદર્શીકા અંતર્ગત પોલીસ કમિશ્નરના જાહેરનામાનું પોલીસ કડક અમલ કરાવી રહી છે. ત્યારે ભકિતનગર પોલીસે અલગ -અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હોટલ અને રેસ્ટોરન્ટમાં ૭પ ટકા ક્ષમતા મુજબ બેસવાની વ્યવસ્થા હોવી જોઇએ તેના કરતા વધુ ગ્રાહકોની ભીડ એકઠી કરી જાહેરનામાનું પાલન ન કરનારા સંચાલકો નયનભાઇ પ્રભુલાલભાઇ પટેલ, અરવિંદભાઇ પોલાભાઇ પટોલીયા, રાજેશ રમેશભાઇ મગેચા, આદિલ અકબરભાઇ બુખારી અને બાલકૃષ્ણભાઇ ઐયર સામે કાર્યવાહી કરી હતી.

(3:53 pm IST)