Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અન્‍ય યુનિવર્સિટીએ કોરોનાના વિસ્‍ફોટ વચ્‍ચે ઓફલાઈન પરીક્ષા રદ્દ કરી છે ત્‍યારે

ગુરૂવારથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઃ ૫૨ કેન્‍દ્રો ઉપર ૯૬૦૧ છાત્રો કસોટી આપશે

૨૫ નિરીક્ષકો પરીક્ષા કેન્‍દ્રો ઉપર તપાસ કરશેઃ કોરોનાની એસઓપીનું પાલન કરવા સૂચના

રાજકોટ, તા. ૨૫ :. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૭ જાન્‍યુઆરીથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે ત્‍યારે કોરોનાકાળની તિવ્રતા વચ્‍ચે ઓફલાઈન પરીક્ષા યોજતા વાલી - વિદ્યાર્થીઓમાં ચિંતા છવાઈ છે. ગુજરાતની જીટીયુ સહિતની યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા રદ કરી છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઓફલાઈન પરીક્ષા યોજવાની નીતિની ભારે ટીકા થઈ રહી છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પર પરીક્ષા કેન્‍દ્રો ઉપર ૯૬૦૧ પરીક્ષાર્થીઓ કસોટી આપશે. પરીક્ષા કેન્‍દ્રો ઉપર ગેરરીતિ અટકાવવા ૨૫ નિરીક્ષકોને પરીક્ષા કેન્‍દ્રો માટે જવાબદારી સોંપવામાં આવી છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની તા. ૨૭ જાન્‍યુઆરી ગુરૂવારથી શરૂ થશે. બીએ એકસ્‍ટર્નલ સેમ. ૩મા ૪૧૫૨, બી.કોમ. એકસટર્નલ સેમ. ૩માં ૧૨૫૦, બી.એડ્‍. સેમ. ૩માં ૩૯૧૬, એમજેએમસી સેમ. ૧ મળી કુલ ૧૩ પરીક્ષામાં કુલ ૯૬૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 

(3:33 pm IST)